Hondaએ લોન્ચ કરી નવી એક્ટિવા 125, જાણો એના જોરદાર ફિચર્સ

અમદાવાદ: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇંડિયાએ ગુરુવારના 125સીસી એન્જિનવાળું નવું એક્ટિવા લોન્ચ કર્યું છે. 125સીસીના સેગ્મેન્ટમાં આ ભારતમાં સૌથી વધુ વેચાતી ઓટોમેટિક સ્કૂટર છે. આ સ્કૂટરમાં પ્રથમ વાર BS-IV એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓટોમેટિક સ્કૂટરના દિલ્લીની એક્સ શોરૂમ કિંમત 56,954 રૂપિયા રાખવામાં આવી છે.

નવી જનરેશનવાળી આ એક્ટિવામાં ઘણા જોરદાર ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. 125સીસી વાળા આ નવા એક્ટિવમાં નવા ફ્રન્ટેસ્ટિક સ્ટાઇલ, નવી એલઈડી પોઝિશન લાઇટ્સ અને ક્રોમ ચેસ્ટ ધરાવતા નવા એલોય વેરિયન્ટ જેવા જોરદાર ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. નવા એક્ટિવા 125 નવા મોબાઇલ ચાર્જિંગ સોકેટ સાથે આવે છે જે તમારી ફોનની બેટરીને ક્યારેય ડાઉન નહિ થવા દે. સાથે એમાં રિટૈજેક્ટેબલ ફ્રન્ટ હુક સ્ટાઈલ સાથે સાથે તમને એક્સ્ટ્રા સ્ટોરેજ પણ આપશે.

You might also like