2020 સૂધીમાં આવી શકે છે હોન્ડા જેઝ ઈલેક્ટ્રિક કાર, ફુલ ચાર્જ પર કાપશે 300 કિલોમીટર …

હોન્ડા કાર્સની નજરો ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ પર છે, એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, કંપની 2020સુધીમાં નવુ ઈલેક્ટ્રી વ્હીકલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. હોંડાની આ નવી ઈલેક્ટ્રોનિક કાર જેઝના તે મોડલ પરથી બનાવવામાં આવશે જે ભારતમાં પહેલાથી વેચવામાં આવી રહી છે. જાપાની કાર નિર્માતા કંપની જેઝ ઈલેક્ટ્રોનિક કારને પહેલા ચીનમાં લોન્ચ કરશે, ત્યાર બાદ તેને 2020 સુધી ઈન્ટરનશનલ માર્કેટમાં ઉતારવામાં આવશે.

હોન્ડાનો દાવો છે કે નવી જેઝ ઈલેક્ટ્રિક સિંગલ ચાર્જ પર 300 કિલોમીટરનું અંતર કાપશે. કંપની હમણા પોતાની કારમાં પેનાસોનિક અને જીએસ યુઆસા પાસેથી બેટરી લઈને ઉપયોગ કરે છે. જો કે, જેઝ ઈલેક્ટ્રિક કારમાં કંટેમ્પરરી એમ્પેરેક્ટ ટેક્નોલોજીથી બેટરી લઈને ઉપયોગ કરી શકાશે. આ એક ચીની ફર્મ છે, હોન્ડાને આશા છે કે આ બેટરીઝને ખરીદવાથી ચીન સરકાર પાસેથી ઈન્સેન્ટિવ મળવાની શક્યતા છે.

હોન્ડાએ હમણા જેઝ ઈલેક્ટ્રિક વ્હીકલના ડિઝાઈન વિશે કોઈ ખુલોસા કર્યો નથી. કંપનીએ હમણાજ પેઈચિંગ મોટર શો માં એચ-આર એસયુવી પર બેસ્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ અનવીલ કરી હતી. આ એસયુવી ચીનમાં આ વર્ષથી વેચાવા લાગશે.

ગ્લોબલ લાઈનઅપની વાત કરીએ તો હોન્ડા પાસે અત્યારે એક ઈલેક્ટ્રિક વ્હીકલ છે. ક્લેરિટી નામના આ વાહનને કંપની અમેરિકી બજારમાં વેચે છે. તેમાં 25.5 કિલોવોટ બેટરી પેક છે જે 129 બીએચપીનો પાવર અને 300 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે.

ચીની બજારમાં લોન્ચ થયા બાદ હોન્ડા ઈલેક્ટ્રિક કારની કિંમત લગભગ 24 હજાર અમેરિકી ડોલર એટલે કે 16.36 લાખ રૂપિયા હોઈ શકે છે. હોન્ડાને આશા છે કે તે દર વર્ષે જેઝના લગભગ 10,000 યુનિટ્સ વેચશે.

You might also like