તમામ બ્લેક ઇન્ટીરિયર અને નવા ફીચર્સ સાથે હોન્ડાસિટી ફરી કરશે ધમાકો

અમદાવાદ : હોંડા કોર્સ ઇન્ડિયાએ પોતાની લોકપ્રિય સેડાન હોન્ડાસિટીનું નવુ વેરિયન્ટ લોન્ચ કરવા જઇ રહી છે. આ વેરિયન્ટ છે વીએક્સ (ઓ)બીએલ. જેમાં વ્હોલ બ્લેક ઇન્ટિરિયરની સાથે બ્લેક લેધર અપહોલ્સ્ટ્રી અને નવા ફીચર આપવામાં આવેલા છે.વીએક્સ (ઓ)બીએલ વેરિયન્ટ પેટ્રોલ અને ડિઝલ વર્જનનમાં માત્ર મેન્યુઅલ ગીયર બોક્સ સાથે ઉપલબ્ધ હશે. આ વેરિયન્ટમાં પ્રીમિયમ વ્હાઇટ ઓર્ચિડ પર્લ અને અલાબસ્ટર સિલ્વર રંગનો વિકલ્પ મળશે.

કંપની અનુસાર બીએલ વેરિઅન્ટ ઉપરાંત ટોપ લાઇનમાં વીએક્સ (ઓ)વેરિએન્ટમાં બેઝકલરનાં લેધર ઇન્ટીરિયરનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. હાલની સિટી ચોથી જનરેશનની કાર છે. કંપની તેની 1.5લાખથી પણ વધારે યૂનિટ વેચી ચુકી છે.

નવા વેરિએન્ટની સાથે જ કંપનીએ જાહેરાત કરી છે કે હવે સિટીનાં તમામ વેરિઅન્ટમાં ડ્યૂલ ફ્રંટ એસઆરએસ એરબેગ સ્ટાન્ડર્ડ મળશે. એબીએસ અને ઇબીડી સ્ટાન્ડર્ડ ફીચર્સ તો પહેલાથી જ આપવામાં આવતા હતા. તે ઉપરાંત બાળકો માટેની સીટ માટે પાછળની તરફ આઇએસઓફિક્સ અને એંકર સ્ટાન્ડર્ડ લગાવવામાં આવશે.

નવા વેરિઅન્ટની લોન્ચિંગ પ્રસંગે હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડનાં સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ એન્ડ સેલ્સ જ્ઞાનેશ્વર સેને કહ્યું કે અમારો પ્રયાસ હંમેશા ગ્રાહકોનાં માટે સારામાં સારી પ્રોડક્ટ રજુ કરવાનો છે. નવા વેરિયન્ટમાં પ્રીમિયમ તથા લક્ઝરી બ્લેક લેધર ઇન્ટિરિયરની રજુઆત કરીને અમે ખુબ જ ખુશ છીએ. સેને કહ્યું કે સિટીને મળેલો જબરદસ્ત પ્રતિસાદ માટે અમે ગ્રાહકોનાં આભારી છીએ. આ વજનથી ચોથી જનરેશન હોન્ડા સિટી ખુબ જ સફળ રહી છે. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે સિટી રેન્જમાં અમે જે પણ પ્રીમિયર લક્ઝરી અને સેફ્ટી ફીચર્ચ આપવામાં આવ્યા છે તે ગ્રાહકોને પસંદ આવશે.

You might also like