આખરે થઈ ગઈ લોન્ચ નવી Honda City, કિંમત 8.5 લાખ રૂપિયા

મુંબઈ: જાપાનની બહુ પ્રતિષ્ઠત ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ વેલેન્ટાઈન ડે પર પોતાની સૌથી લોકપ્રિય સેડાન કાર સિટિનું અપગ્રેડેડ વર્જન ભારતમાં લોન્ચ કર્યું છે. હોન્ડાએ આ કારની ડિઝાઇનમાં ઘણા ફેરફારો નથી કર્યા પરંતુ એમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો પણ કર્યા છે. આ સેડાન કારની કિંમત 8.49 લાખ રૂપિયા છે 13.58 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

લોન્ચિંગ વખતે હોન્ડા કાર્સ ઇન્ડિયાના અધ્યક્ષ અને સીઈઓ યૂચીરો યૂનોએ કહ્યું કે, હોન્ડા સિટી 2017ને ભારતમાં લોન્ચ કરવા પાછળ અમારો હેતુ ઓછી કિંમતો પર વધુ મૂલ્ય આપી ગ્રાહકોની અપેક્ષાઓ પર પાર પડવાનો છે. અમને આશા છે કે નવી હોન્ડા સિટી સાથે અમે સેડાન સેગ્મેન્ટમાં પોતાની લીડરશિપ પોઝિશનને ફરીથી પ્રાપ્ત કરી શકીશું. જણાવી દઈએ કે પોતાના સેગ્મેંટમાં આ સેડાનનો સીધો મુકાબલો મારુતિ સુઝુકીની સિયાજ સાથે છે, જેની દિલ્લી એક્સશોરૂમ કિંમત 7.86 લાથી 9.96 લાખ રૂપિયા વચ્ચે છે.

ગ્રાહકોએ આ સેડાન કાર પેટ્રોલ અને ડિઝલ બંને જ વેરિયન્ટમાં હાજર હશે. પેટ્રોલ વર્ઝનમાં 1.5 લીટર એન્જિન છે, જેની કિંમત 8.5 લાખથી 13.52 લાખ રૂપિયા વચ્ચે છે. જ્યારે સિટીના ડીઝલ વર્ઝનમાં પણ 1.5 લીટર એન્જિન છે અને તેની કિંમત 10.76 લાખ રૂપિયાથી 13.57 લાખ રૂપિયા વચ્ચે છે.

You might also like