Honda CB Unicorn 150ની મુસાફરી થઇ વધુ સુરક્ષિત, નવા ફીચર સાથે લોન્ચ

હોન્ડા સીબી યુનીકોર્ન 150 એબીએસ ફીચર સાથે ભારતીય માર્કેટમાં ફરી લોન્ચ કરવામાં આવ્યું છે. 2019 હોન્ડા સીબી યુનીકોર્ન 150ની દિલ્હીના શો-રૂમમાંથી 78,815 રૂપિયા રાખવામાં આવી છે. એબીએસ ફીચર સાતે આ બાઇક નોન-એબીએસની સામે 6,500 રૂપિયા મોંઘી છે.

હોન્ડાએ પોતાની આ બાઇકમાં સિંગલ-ચેનલ એબીએસ યૂનિય આપ્યું છે. ખરેખર તો ભારત સરકારે 1 એપ્રિલ 2019થી 125 સીસીથી વધારે ક્ષમતાવાળા બધા વાહનોમાં એબીએસ અનિવાર્ય કરી દીધું છે. એબીએસ ફિચરના કારણે અચાનક બ્રેક લગાવવા પર બાઇકનું સંતુલન જેમનું તેમ રહે છે.

જેના કારણે બાઇક સ્લીપ નથી થઇ જતી. આ બાઇકમાં 149.2 સીસી, સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 5500 આપીએમ પર 12.73 પીએસ મેકિસમમ પાવર અને 5500 આરપીએમ પર 12.8 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. હોન્ડા આ બાઇકમાં 240 મીમીનું ડિસ્ક બ્રેક આપવામાં આવ્યું છે. આ બાઇકમાં 13 લીટરનું ફ્યૂલ ટેન્ક આપવામાં આવ્યું છે. આ બાઇક ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.

You might also like