ભારતમાં લોન્ચ થયું Honda Activa 125, જાણો ફિટર અને કિંમત

Hondaએ ભારતમાં નવી સુવિધાઓ સાથે 2018 Activa 125 શરૂ કરી છે. નવી Activa 125માં નવી LED હેડલાઇટ સાથે કેટલાક નવા ફીચર પણ ઉમેરવામાં આવ્યા હતા. નવા Activa 125ની પ્રારંભિક કિંમત રૂ. 59,621 (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે.

નવા Activa 125નું ત્રણ વેરિયન્ટ્સમાં વેચાણ ઉપલબ્ધ છે. ડ્રમ બ્રેકવાળા Activa 125ની કિંમત 59,621 રૂપિયા છે, ડ્રમ બ્રેકની કિંમત 61,558 રૂપિયા અને ડિસ્ક બ્રેકથી સજ્જ વેરિયન્ટનો ભાવ 64,007 રૂપિયા છે. આ બધા ભાવ એક્સ શોરૂમ કિંમતો છે.

નવા Activa 125માં, 5Gની જેમ LED હેડલાઇટ આપવામાં આવી છે. અન્ય સુવિધાઓ ઉપરાંત, ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સર્વિસ ડ્યુ ઇન્ડીકેટર અને સીટ ઓપન સ્વીચ સાથે 4-in-1 લોકને આપવામાં આવ્યું છે. ગ્રાહકોને નવા સ્કૂટરમાં કોસ્મેટિક ફેરફારો પણ મળશે.

ગ્રાહકો માટે, આ નવા સ્કૂટર બે રંગોના વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે – મેટ્ટ ક્રસ્ટ મેટલિક અને મેટ સેલેન સિલ્વર. વૈકલ્પિક રીતે, ગ્રાહકોને મોબાઇલ ચાર્જિંગ સોકેટ પણ આપવામાં આવશે. Honda Activa 125માં 124.9 ccની એર-કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 8.52 bhp પાવર અને 10.54 Nmનો પીક ટોર્ક પેદા કરે છે.

You might also like