અમેરિકન ગુપ્તચર સંસ્થાનો દાવો, પુતિને યુએસની ચુંટણીને પ્રભાવિત કરવા માટે ચલાવેલું અભિયાન

વોશિંગ્ટન: અમેરિકન ગુપ્તચર સંસ્થાએ પોતાના એક અહેવાલમાં આરોપ લગાવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને વ્હાઇટ હાઉસની દોડમાં જીત મેળવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરવા માટે અને તેમની પ્રતિસ્પર્ધી હિલરી ક્લિંટનને બદનામ કરવા માટે એક અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો હતો. તેની પાછળનો મૂળ ઉદ્દેશ્ય અમેરિકન ડેમોક્રેટિક પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ નબળો પાડવાનો હતો.

અમેરિકના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ આ નિષ્કર્ષને ફગાવતા કહ્યું કે હેકિંગે આઠ નવેમ્બરે થયેલી રાષ્ટ્રપતિ પદની ચુંટણીના પરિણામોને પ્રભાવિત નથી કર્યા.

નેશનલ ઇન્ટેલિજન્સના વડાએ એક રિપોર્ટમાં કહ્યું છે કે અમારો અંદાજ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને વર્ષ 2016માં અમેરિકની રાષ્ટ્રપતિ પદની ચુંટણીને પ્રભાવિત કરવા માટે એક અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો હતો. 31-પાનના આ અહેવાલમાં આરોપ લગાડવામાં આવ્યો છે કે રશિયાનો ઉદ્દેશ્ય અમેરિકાના લોકતંત્રની પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ નબળો પાડવા, રાષ્ટ્રપતિ પદની ચુંટણીના ઉમેદવાર હિલરી ક્લિંટનને બદનામ કરવા અને તેમના પસંદ કરલે રાષ્ટ્રપતિ બનાવવાની સંભાવનાને નુકસાન પહોંચાડવાનો હતો.

You might also like