આ રીતે ઘરે જ બનાવો કૂરકૂરે

સામગ્રી

1 કપ ચોખાનો લોટ

3 ચમચી અડદની દાળ

3 ચમચી માખણ

1 ચમચી લાલ મરચું

2 ચમચી આદુ લસણની પેસ્ટ

½ ચમચી આખુ જીરૂ

2 ચમચી હીંગ

½ ચમચી સફેદ કે કાળા તલ

મીંઠુ સ્વાદ અનુસાર

1 ચમચી ચાટ મસાલો

બનાવવાની રીતઃ ધીમી આંચ પર એક પેન ગરમ કરો. પેન ગરમ થતા જ તેમાં અડદની દાળ શેકો અને તેને બંધ કરી દો. અડદની દાળમાં ચોખાનો લોટ, માખણ, હીંગ મીંઠુ, જીરૂ, લાલ મરચા પાવડર, આદુ લસણની પેસ્ટ અને તલ મિક્સ કરો. લોટમાંથી થોડા મોટા લુવા બનાવો અને ચકરીના સંચામાં તેને એડ કરો. ધીમી આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થતા જ લોટ ભરેલા સંચાથી કૂરકેરે પાડો. લાઇટ બ્રાઉન કલરના કૂરકૂરે થાય ત્યાં સુધી તેને તળો. ક્રિસ્પી કૂરકૂરે પર ચાટ મસાલો ભભરાવીને સર્વ કરો. ઠંડા થાય પછી તમે તેને એર ટાઇટ ડબ્બામાં પણ સ્ટોર કરી શકો છો.

http://sambhaavnews.com/

You might also like