માર્ક ઝુકરબર્ગને Facebook છોડવા કરાઈ શકે છે દબાણ, જાણો શું કારણ છે

સોશિયલ મીડિયાના અગ્રેસર ફેસબુકે એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ફેસબુકના કેટલાક શેરહોલ્ડર પ્રમાણે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના પદ પરથી હટાવવામાં આવી શકે છે.

વેન્ચુરાબીટના એક રિપોર્ટ પ્રમાણે, ઝુકબર્ગની હકાલપટ્ટી કરવા માટે ભલામણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે માર્ક ઝુકરબર્ગ વર્ષ 2012થી બોર્ડના ડાયરેક્ટર છે. પરંતુ ઝુકરબર્ગને હટાવીને સ્વતંત્ર ચેરપર્સનની નિમણૂક કરવા માટે ભલામણ કરવામાં આવી છે જેથી સારા વૈપારિક સંચાલન અને શેરહોલ્ડરોને ધ્યાનમાં રાખીને એજન્ડા તૈયાર કરવામાં આવે અને કંપનીને આગળ લઈ જવામાં આવે. આ એક ઓનલાઇન ગ્રૂપ હશે જે મોટી કંપનીઓ જુદાં જુદાં ઇશ્યુના નિવારણ પર ધ્યાન આપસે. એટલું જ નહિ, કર્મચારીઓના હક, ભેદભાવ, ભ્રષ્ટાચાર વગેરેને પણ ધ્યાન આપશે.

કરવામાં આવેલી ભલામણમાં ઇન્ટેલના પૂર્વ ચેરપર્સન એન્ડ્રુ ગ્રૂવે કહ્યું હતું કે ‘બે જોબનું અલગીકરણ પાછળ સહકારનો વિચાર હાર્દમાં છે.’ તેમણે પ્રશ્ન ઊઠાવતા કહ્યું હતું કે ‘શું કંપની એ CEOમાં ખેલનું મેદાન છે કે CEO એક કર્મચારી છે? જો માર્ક ઝુકરબર્ગ એક કર્મચારી હોય તો તેમના ઉપર એક બોસ હોવો જોઈએ અને એ બોસ બોર્ડ છે. ચેરમેન બોર્ડનું સંચાલન કરે છે. કઈ રીતે CEO પોતાનો જ બોસ બની શકે?’

વેન્ચરબીટના રિપોર્ટ પ્રમાણે 3,33,000 લોકોએ માર્ક ઝુકરબર્ગને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરપર્સનના પદેથી હટાવવા અરજી કરી હતી. જેના પગલે આ ભલામણ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, એટલા બધા લોકોના આંકડાંમાંથી 1,500 લોકો જ શેરહોલ્ડર્સ હતા.

You might also like