ઘરની જરૂરિયાતો માટે પૈસા માગવા એ દહેજ નથીઃ કોર્ટ

નવી દિલ્હી: અાર્થિક પરેશાની હોય તેવા સંજોગોમાં અથવા તો ઘરની અાવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે કેશની માગણી કરવી એ દહેજ ગણાતું નથી. તાજેતરમાં મુંબઈની અેક મેજિસ્ટ્રેટ કોર્ટે દહેજના અારોપમાં એક વ્યક્તિ અને તેના પરિવારને છોડી મૂકતાં અા વાત કરી હતી.

બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટે અા વ્યક્તિની પત્નીના કેસને પુરાવાઅોના અભાવે ફગાવી દીધો. કોર્ટે કહ્યું કે જો અારોપીઅે ઘરની વસ્તુઅો લાવવા માટે પાંચ લાખ રૂપિયા માગ્યા હતા તો પણ તે અાઈપીસીની કલમ-૪૯૮(અે)ના વિસ્તારમાં અાવતી હતી. અા માગણી ગેરકાયદે ન ગણી શકાય.

કોર્ટે સાથે-સાથે કહ્યું કે ક્રૂરતા વિરુદ્ધ બે વર્ષ બાદ એફઅાઈઅાર નોંધાવી હતી. કોર્ટે કહ્યું હતું કે દહેજ વિરોધી કાયદા હેઠળ દહેજ એને જ કહી શકાય, જે લગ્ન પહેલાં કે લગ્ન બાદમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ પણ પ્રકારની સંપત્તિ કે મોંઘો સામાન અાપવામાં અાવે છે કે પછી અાપવાની સહમતી બને છે.

કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરાયેલા પુરાવા પરથી એ વાત સાબિત થતી નથી કે પતિઅે દહેજ વિરોધી કાયદાની કલમ-૨ હેઠળ કોઈ પણ પ્રકારના દહેજની માગણી કરી હતી. તેણે માત્ર ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે અને ખાદ્યસામગ્રી ખરીદવા માટે કેશ માગી હતી.
http://sambhaavnews.com/

You might also like