ચહેરા પરની કરચલીઓને દૂરો આ રીતે..

– ચહેરા પર પડતી કરચલીથી બચવા માટે શક્ય હોય એટલું સૂર્ય પ્રકાશથી દૂર રહો. જ્યારે પણ તડકામાં નીકળવાનું થાય ત્યારે ચહેરો ઢાંકી દો અથવા તો છત્રીનો સહારો લો.

– જવના લોટમાં દહીં અને લીંબુનો રસ ભેળવીને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. થોડીક વાર મસાજ કર્યા બાદ આ લેપને ચહેરા પર થોડીક વાર રહેવા દો ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણી વડે ધોઇ લો.

– ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે લીંબું, હળદર અને બેસનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી પણ ફાયદાકારક છે.

– કેટલીક વખત ઓછી ઉંઘના કારણે પણ ચહેરા પર કરચલીઓ પડી જાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી પુરતી ઉંઘ લો અને સુતા પહેલાં ચહેરો અવશ્ય ધોવાનું રાખો.

– રાત્રે ઉંઘતા પહેલાં બદામની પેસ્ટ અને મલાઇને ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થઇ જાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

– સફરજન અને પપૈયાના પલ્પને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. આ બંને ફળમાં એવા તત્વો રહેલા છે જે ચહેરા પર રહેલા ડાઘ અને કરચલીને દૂર કરી દે છે.

You might also like