માથામાં પડેલી ટાલ પર આ રીતે ઉગાડો વાળ….

ઓછી ઉંમરમાં જ વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યાથી લડી રહેલા લોકો માટે તિબેટનો આ સહેલો આયુર્વેદિક ઉપચાર ફાયદાકારક નીવડી શકે છે. તિબેટના લોકો પણ પોતાના વાળને ભરાવદાર અને કાળા કરવા માટે આ ખાસ નુસ્ખાનો ઉપયોગ કરે છે.

જો તમે વાળને ભરાવદાર કરવા માટે ઘણા તેલ અને દવાઓ ખાઈને જોઈ ચુક્યા હોય તો આને પણ અજમાવીને જોવો, જાણો આ નુસખાને બનાવવાની રીત જેનાથી તમારે ખરતા વાળ અને માથામાં પડેલી ટાલને કારણે શરમાવવું ન પડે.

તેના માટે તમારે કેટલીક જડીબુટ્ટીઓની જરૂરિયાત પડશે જે તમને કરિયાણાની દુકાન પર આરામથી મળી જશે. સૌથી પહેલા અમરબેલ, આંબલા અને શિકાકાઈ તેમજ રીઠા ને 25-25 ગ્રામ બરાબર માત્રામાં ખરીદી લો. કરિયાણાની દુકાન પર જ તમને રતનજોત મળી જશે, આમ તો રતનજોત બળ્યાના ઉપચાર માટે પ્રયોગમાં લાવવામાં આવે છે.

આ ચારેયને ધોઈને સુકવી લો અને સારી રીતે પીસી લો. પીસવા માટે મિક્સરનો પ્રયોગ ન કરવો, તેને ખલમાં પીસી લેવું. હવે આ ચુરણમાં સરસોનું તેલ ભેળવીને રાખી લો. કેટલાક દિવસોમાં એ તેલનો રંગ લાલ થઈ જશે. તેલ નો કલર લાલ થાય પછી જ તેનો ઉપયોગ કરવો.

જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ.

દરેક ત્રણ દિવસમાં રાત્રે સુતા પહેલા આ તેલ વડે સારી રીતે માલીશ કરવી અને એક કપડુ માથા પર બાંધીને સુઈ જવુ. આગલા દિવસે સવારે માથાને સારી રીતે અને માઈલ્ડ શેમ્પુ સાથે ધોઈ લેવું. બની શકે છે કે કેટલાક કલાકો માટે તમારા માથા પર તેલની લાલી દેખાઈ શકે છે, એટલા માટે સંભવિત હોય તો આ તેલ રાત્રે જ લગાવવું.
કેટલાક દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી તમને જરૂરથી ફરક દેખાશે.

You might also like