શેવિંગ બાદ સ્કીનની બળતરાથી આવી રીતે મેળવો છુટકારો

શેવિંગ બાદ સ્કીનમાં બળતરા થાય એ સામાન્ય વાત છે પરંતુ એ વધારે તકલીફ આપી પણ શકે છે. જો તમારે પણ આ સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છો તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી. અમે તમને જણાવીશું એવા નુસ્ખા જેનાથી તમે તમારી સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

શેવિંગ બાદ બરફના ટુકડાંને સુતરાઉ કપડાંમાં લપેટીને અસર પામેલા ભાગ પર શેક કરો. ફાયદો થશે.

સફરજન સાઇડર વિનેગરમાં એન્ટી ઇનફ્લામેટરી ગુણ મળી આવે છે. એને રૂમાં લગાવીને બળે તેવા ભાગ પર લગાવો. દુખાવાથી છુટકારો મળશે.

બળતરાથી બચવા માટે તમે એલોવેરાનો પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલને બળતા ભાગ પર લગાવવાથી આરામ મળે છે.

કાકડીના ટુકડાને અસર થયેલા ભાગ પર લગાવો. બળતરા અને દુખાવાથી રાહત મળશે.

ફુદીનાના પાનને ઉકાળીને ફ્રિજમાં રાખો. શેવિંગ બાદ તેને સ્કીન પર લગાવો. બળતરા બિલકુલ પણ થશે નહીં.

You might also like