તણાવના લીધે દુઃખે છે માથુ, આ ઉપાયથી મિનિટોમાં થશે દૂર….

તણાવના કારણે ઘણી વાર લોકોને માથાનો દુખાવો થાય છે. માથાના દુખાવો થવા પર લોકો પેનકિલરનો ઉપયોગ કરે છે, જે  સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ સમસ્યામાં ઘરેલુ ઉપાયથી છૂટકારો મેળવો. માથાના દુખાવાથી છુટકારો મેળવા માટે અલોવેરા પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં અનેક એન્ટીઑકિસડિટ્સ અને મિનરલ્સ હોય છે.  જે દુખાવામાં અને સોજાને દૂર કરવા માટે મદદરૂપ બને છે. અલોવેરાથી માત્ર માથાનો દુખાવો જ નહી આયુર્વેદમાં શરીરની 200 થી વધુ પરેશાનાઓનો ઇલાજ છે.

એક બાઉલમાં ચપટી હળદર, અડધી ચમચી ફ્રેશ એલોવેરા જલ અને બે ટીપા લવિંગના તેલમાં સારી રીતે ભેળવી દો. હવે તેને માથા પર લગાવો. ત્યારબાદ 10-15 મિનિટ સુધીમાં તમારા માથાનો દુખાવો દુર થશે .એલોવેરા જેલથી માંસપેશીઓ રિલેક્સ થાય છે. અેલોવેરા જયુસના સેવન કરવાથી શરીરની બીમારીઓથી દૂર રાખી શકાય છે. આ ઉપરાંત તમે દરરોજ બામમાં અલોવેરા જેલ સાથે મેળવી શકો છો.

અેલોવેરા જેલનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત..
અેલોવેરા જેલમાંથી પીળો પદાર્થ મળી આવે છે જેને એલો લેટેક્સ કહેવામાં આવે છે. નિષ્ણાતો મુજબ આ પીળા રંગમાં લેટેકસ ટોક્સીક છે જેનાથી કેન્સર જેવી ખતરનાક બીમારી થાય છે. આવામાં તેનો ઉપયોગ કરવાથી અલોવેરાના પાંદડાને તોડીને થોડો સમય આ રીતે મુકી દો. થોડા સમય પછી જ્યારે તેમાંથી પીળા પદાર્થ નીકળી જાય ત્યારે પાણીથી ધોઈ ને વાપરો.

You might also like