શરદીથી નાક બંધ છે, અપનાવો આ અક્સિર ઇલાજ

ઠંડીની સિઝનની હજી તો શરૂઆત થઇ છે ત્યાં મોટાભાગના લોકોના ઘરમાં હાલ વાયરલ શરદી, કફ અને ફિવર જોવા મળી રહ્યાં છે. શરદીને કારણે નાક બંધ થઇ જાય છે. ત્યારે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલાક એવા અક્સિર ઉપચારો છે જેનાથી તમારી શરદી તુરત જ ગાયબ થઇ જશે.

એક ચમચી લીંબુના રસમાં કેટલાક ટીપા મધના એડ કરીને આ મિશ્રણ બે ત્રણ દિવસ સતત પીવાથી બંધ નાકથી છૂટકારો મેળવી શકાય છે. બંધ નાકથી તુરંત રાહત મેળવવા માટ તેમે આંબલી અને કાળા મરીનો પણ ઉપયોગ કરી શકો છો. એક કપ પાણીમાં 50 ગ્રામ આંબલી ઉકાળીને તેમાં અડધી ચમચી કાળા મરી મિક્સ કરી. તેને દિવસમાં ત્રણ ચાર વખત પીવાથી ચોક્કસ રાહત થશે.

બે ચમચી સફરજનના રસમાં અડધી ચમચી મધ મિક્સ કરીને ગરમ પાણી સાથે પીવું. સવારના સમયે આમ કરવાથી બંધ નાક ઝડપથી ખૂલી જશે. જ્યારે પણ નાક બંધ હોય ત્યારે નારિયેળના તેલને નાકની અંદર સુધી જવાદો. આમ કરવાથી થોડી જ વારમાં નાક ખૂલી જશે. કપૂર સુંઘવાથી પણ બંધ નાકથી છૂટકારો પ્રાપ્ત થાય છે.  બને ત્યાં સુધી આવા સમયે ગરમા ગરમ પદાર્થ જેવા કે ચા, સૂપનું વધારે પડતું સેવન કરવું જોઇએ.

 

You might also like