સોશિયલ મીડિયા પર પરવાનગી વગર ફોટો અને વીડિયો શેર નહીં કરી શકે જવાનો

નવી દિલ્લી: ગૃહ મંત્રાલયએ શુક્રવારે પેરામિલિટરી જવાનો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પગલું ત્યારે ભરવામાં આવ્યું જ્યારે એક પછી એક પેરામિલિટરી જવાનોની વીડિયો સામે આવી રહી હતી. જેમાં તેઓ ડ્યૂટી દરમિયાન ખરાબ ખાવાથી લઇને પોતાના વિરુદ્ધ થતી ખરાબ વર્તણૂકની ફરીયાદ કરી રહ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે સેનાના ઘણા યુનિટમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાયો છે.

અર્ધસૈનિક દળ માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ધ્યાન રાખે તે માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેથી દેશની સુરક્ષા અને જવાનોના મનોબળ પર કોઈ અસર ન થાય. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે અર્ધસૈનિક દળના જવાનોએ ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ કે ઇનસ્ટાગ્રામ પર ફોટો મૂકતાં પહેલા પોતાના ડીજી પાસેથી પરવાનગી લેવી પડશે.

ત્યારે સરકારે જવાનોની ફરિયાદોનો નિવેડો લાવવા માટે બનેલા સેલની જાણકારીને જવાનો સુધી પહોંચાડવા માટે પણ તમામ પેરામિલિટ્રી ફોર્સને નિર્દેશ આપ્યા છે. ફરિયાદોની નિષ્પક્ષ તપાસ બાદ તેમને તત્કાલ નિકાલ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેનાના કોઈ પણ યુનિટમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને સરકારે કહ્યું છે કે જવાનોએ તેનું કડક પાલન કરવાનું રહેશે. જો કે ડ્યુટી પર જવાનોને મોબાઈલ વાપરવાની પહેલા પણ છૂટ નહોતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સેનાના જવાનો સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને તેમને મળતી સુવિધાઓ અંગે ફરિયાદ કરી છે. બીએસએફના એક જવાન તેજબહાદુરે ખરાબ ખાવાના અંગે, સીઆરપીએફના જવાન જીત સિંહે સુવિધા ન મળવા અંગે, એસએસબીના એક જવાને અધિકારી પર તેલ અને રાશન વેચવા અંગે અને યુગપ્રતાપે અધિકારીઓના ઘરે કામ કરવાના આરોપ લગાવ્યા હતા. જેના કારણે આખા દેશમાં હોબાળો મચી ગયો હતો.

You might also like