બેંગ્લોરમાં મહિલાઓની છેડતી : ગૃહમંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન

બેંગ્લોર : દર વર્ષે નવા વર્ષની ઉજવણી દરમિયાન મહિલાઓ સાથે થતી છેડતીનાં મુદ્દે કર્ણાટક ગૃહમંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. સોમવારે જી.પરમેશ્વરે કહ્યું કે ક્રિસમ અને નવા વર્ષના પ્રસંગે આ પ્રકારનાં કિસ્સાઓ થતા રહે છે તેવું જણઆવ્યું હતું. આ મુદ્દે અમે સાવધાની વર્તી રહ્યા છીએ. ગૃહમંત્રીએ તે અહેવાલ ફગાવી દીધા હતા જેમાં જણાવ્યું હતું કે નવ વર્ષની ઉજવણીમાં મહિલાઓની પોલીસ સામે છેડતી થઇ. મંત્રીના આ નિવેદનની આકરી ટીકા થઇ રહી છે.

શું થયુ બેંગ્લોરમાં ?
એક મીડિયા અહેવાલ અનુસાર બેંગ્લોરના એમજી રોડ પર બ્રિગેડ રોડ પર હજારો પુરૂષોની ભીડે મહિલાઓની સાથે છેડતી કરી અને અશ્લીલ હરકતો કરી. આ દરમિયાન મોટા પ્રમાણમાં પોલીસ પણ રસ્તા પર હાજર હતી. જો કે કોઇએ મહિલાઓને બચાવવાનાં પ્રયાસ નહોતા કર્યા. બેંગ્લોર મિરરનાં રિપોર્ટરે જણાવ્યું કે તેણે પોતે જોયું કે મહિલાઓ છેડતીની ફરિયાદ પોલીસને કરી રહી છે. રિપોર્ટમાં છેડતીની કેટલીક તસ્વીરો પણ છાપવામાં આવી છે. કેટલીક મહિલાઓ રડી રહી છે તો કેટલીક જુતા હાથમાં લઇને દોડી રહી છે. રિપોર્ટ અનુસાર મહિલાઓનાં કપડા પણ ઉતારવાનાં પ્રયાસો થયા હતા.

પોલીસે શું કહ્યુ ?
પોલીસે કહ્યું કે અત્યાર સુધી આ અંગે કોઇ ફરિયાદ દાખલ થઇ નથી. જો કે પોલીસે સ્વિકાર્યું કે નવા વર્ષની ઉજવણી દરમિયાન કેટલાક દારૂપીધેલા લોકોને ભગાડ્યા હતા. પોલીસના અનુસાર બેંગ્લોરની વ્યસ્ત રસ્તાઓ પર 1500 પોલીસ કર્મીઓ ફરજ પર ગોઠવાયા હતા. જો કે ઉત્પતી યુવકોની ભીડ સામે ઓછી પડી ગઇ.

You might also like