સુરક્ષા બેઠકમાં સૈનિકને પરત લાવવાનો મુદ્દો છવાયેલો રહ્યો

નવી દિલ્હી : રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંપન્ન થયેલી બેઠકમાં સીમા પાર કરી ગયેલ સૈનિકનો મુદ્દો છવાયેલો રહ્યો. બેઠકમાં જોર દેવાયું કે કઇ રીતે સૈનિક ભુલમાં એલઓસી પાર કરી ગયેલા ભારતીય સૈનિકોને પરત લાવવામાં આવે. તેના માટે કૂટનીતિ તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે ભારતીય સેનાનાં એક સૈનિકને પાકિસ્તાને બંધક બનાવ્યો છે. ગૃહરાજ્યમંત્રી હંસરાજ અધીરે કહ્યું કે અમે એલઓસી પાર ગયેલા જવાનને સુરક્ષીત પરત લાવવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છીએ.

સેનાના અનુસાર રાષ્ટ્રીય રાઇફલ્સનો એક સૈનિક ભુલથી સીમા પાર કરી ગયો અને તેનો સર્જિકલ સ્ટ્રાઇક સાથે કોઇ સંબંધ નથી આ અંગે ડીજીએમઓ દ્વારા પાકિસ્તાનને જાણકારી આપવામાં આવી ચુકી છે. તેને ભારત પરત મોકલી આપવામાં જણઆવાયું છે. આ સાથે જ રાજનાથ દ્વારા સેનાને એલર્ટ રહેવા માટે કહેવાયું છે અને પાકિસ્તાનની દરેક ગતિવિધિઓ પર નજર રાખવા માટેનાં નિર્દેશો આપવામાં આવ્યા છે.

આ બેઠકમાં ગુપ્તચર વિભાગ ઇન્ટેલિજન્સ બ્યુરોનાં ચીફ,રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગનાં ચીફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, દેશની ત્રણેય સેનાઓને કાલથી જ કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનાં નિર્દેશો આપવામાં આવ્યા હતા. સરકાર પોતાની તરફથી કોઇ ભુલ છોડવા નથી માંગતી. આ રણનીતિ હેઠળ કાલે ભારતે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા પરના રાજ્યો ગુજરાત, પંજાબ અને જમ્મુ કાશ્મીરની બોર્ડર પર એલર્ટ જાહેર કરી દીધું છે .

You might also like