ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ફેકાયું જુત્તુ

ગાંધીનગરઃ ગાંધીનગર વિધાનસભા બહાર રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જુતુ ફેકવાની ઘટના સામે આવી છે. વિધાનસભા બહાર પ્રદિપસિંહ જાડેજા પત્રકારોને સંબોધીત કરી રહ્યાં હતા ત્યારે તેમની પર જુત્તુ ફેકવામાં આવ્યું હતું. પૂર્વ કોન્સ્ટેબલ ગોપાલ પટેલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જુતુ ફેંક્યું હતું. પ્રદીપસિંહ પર મીડિયા સેન્ટર પાસે બાઈટ આપવા પહોંચ્યા ત્યારે ગોપાલ પટેલ નામના યુવકે ચંપલ ઉઠાવીને માર્યું હતું. જોકે, પ્રદીપસિંહ જાડેજા થોડા ખસી જતા તેમને ચંપલ વાગ્યું ન હતું. અગાઉ આ જ યુવાને દારૂબંધી મામલે નીતિન પટેલને પણ ફોન કર્યો હતો. જેની ક્લિપ વાયરલ થઇ હતી.

પ્રદિપસિંહ જાડેજા જ્યારે વિધાનસભા બહાર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તે સમયે અચાનક પૂર્વ કોન્સ્ટેબલ ગોપાલે પોતાનો બુટ કાઢી પ્રદિપસિંહ જાડેજાને માર્યો. આ ઘટના બન્યા બાદ તુરંત સિક્યુરિટીએ ગોપાલ પટેલને દબોચી લઈ તેની પર કાબુ મેળવી લીધો છે. હાલમાં ગોપાલ પટેલને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. હુમલા બાદ ગોપાલે કહ્યું હતું કે, હું માનું છું કે, સરકારના અહંકાર સામે બેરોજગારી સામે સામાન્ય જનતાએ જુતૂ ફેંક્યું છે. લોકો હવે સરાકારના અહંકાર, તાયફા અને બેરોજગારી અને દારૂબંધીના નાટકથી કંટાળી ગયા છે.

http://sambhaavnews.com/

You might also like