હોમલોનના વ્યાજદરમાં ઘટાડાની હરીફાઈ જામશે

મુંબઇ: વર્ષ ૨૦૧૭માં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ વચ્ચે હોમલોન પરના વ્યાજના દરમાં ઘટાડાની હરીફાઇ જામી શકે છે. નોટબંધીના કારણે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની ફંડિંગ કોસ્ટમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ સરકારની નોટબંધીની નીતિના કારણે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સેલ્સમાં ઘટાડો જોવાયો છે અને તેના કારણે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ આગામી દિવસોમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

એચડીએફસી, ઇન્ડિયા બુલ્સ, હાઉસિંગ ફાઇનાન્સ, ડીએચએફએલ આગામી બે-ત્રણ સપ્તાહમાં ૦.૨૫ ટકાથી ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. નોટબંધી બાદ શુષ્ક પડેલી માગના કારણે જો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો લોન કારોબારમાં વધારો નોંધાઇ શકે છે તેવો મત હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રેલ એસ્ટેટ સેગ્મેન્ટ સેક્ટરમાં નોટબંધી બાદ કાળું નાણું આવવાનું તદ્દન બંધ થઇ ગયું છે. તો બીજી બાજુ ડીમોનેટાઇઝેશન બાદ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની કોસ્ટમાં ૦.૨૫થી ૦.૩૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ લાભ કંપનીઓ નવા લોન લેનાર ગ્રાહકોને આપે તેવી શક્યતા છે. એચડીએફસીના વાઇસ ચેરમેન અને સીઇઓના જણાવ્યા પ્રમાણે આગામી ક્વાર્ટરમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ લોનમાં ગ્રોથ જોવાય તે માટે વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે.
http://sambhaavnews.com/

You might also like