લ્યો બોલો, તો હવે ઘરે બેઠાં-બેઠાં મળશે ડીઝલ, જાણો કેવી રીતે

તમે ખાણી-પીણીનો સામાન, શાકભાજી, કપડાં અને દવાઓ તો ઘર પર મંગાવતા હશો પરંતુ હવે ડિઝલની પણ હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે. જી હા, જાણીને આશ્ચર્ય લાગશે, પરંતુ આજે અમે તમને જણાવીશું તેલની ડિલિવરી કેવી રીતે અને ક્યાં મળશે આ સુવિધા…

ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન પછી સરકારી તેલ કંપની હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HMPC)એ મુંબઇમાં ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે. ઇન્ડિયન ઑઇલ આ સુવિધા પૂણેના ગ્રાહકોને આપી રહ્યુ છે. ટૂંક સમયમાં કંપની દેશના બીજા રાજ્યોમાં આ સર્વિસ શરૂ કરશે.

હાલમાં તો માત્ર ડિઝલની ડિલિવરી કરવામાં આવી રહી છે. સરકારે ગત વર્ષે કહ્યુ હતુ કે, તેઓ લોકોની સુવિધા માટે પેટ્રોલ અને ડિઝલની હોમ ડિલિવરી કરવા ઇચ્છે છે, પરંતુ સુરક્ષાના કારણોસર હજુ સુધી પેટ્રોલની હોમ ડિલિવરીની મંજૂરી મળી નથી, તમામ તેલ કંપનીઓ હાલમાં તેના પર કામ કરી રહી છે.

જેમ તમે આ ફોટોમાં જોઇ રહ્યો છો કે, તેલની હોમ ડિલિવરી એક મધ્યમ આકારના ફ્યૂલ ટેન્કરની મદદથી કરવામાં આવશે, જેના પર ડિઝલ ડિસ્પેન્સર લાગ્યુ હશે. આ એવું જ છે જેવું તમે પેટ્રોલ પંપ પર જુઓ છો, તેની મદદથી ગ્રાહકો સુધી તેલ પહોંચશે.

બંને તેલ કંપનીઓ હાલમાં આ સુવિધા ખાસ ગ્રાહકોને જ આપશે, જે વધારે પ્રમાણમાં ડીઝલનો ઉપયોગ કરે છે. મોલ, ફેક્ટરી અથવા અન્ય કોમર્શિયલ જગ્યા પર ડીઝલનું સપ્લાય કરવામાં આવશે જ્યાં મોટા જેનરેટર અથવા અન્ય મશીનો લાગેલા છે. સામાન્ય ગ્રાહકોને હાલમાં ઘર પર ડીઝલ મંગાવવાની સુવિધા મળશે નહીં.

એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશને તેલ કંપનીઓએ ડીઝલના સપ્લાય ગ્રાહકોના દર પર કરવાની મંજૂરી આપી છે, પરંતુ જૂન 2017માં બેંગ્લોર બેસ્ડ સ્ટાર્ટઅપ ANB ફ્યૂલે જ્યારે એવી જ સર્વિસની શરૂઆત કરી હતી તો PESOએ તેલ કંપનીઓને સર્કુલર જારી કરતાં ANB ને તેલ સપ્લાઇ રોકવાનું કહ્યું હતું.

વધારે પ્રમાણમાં ડીઝલનો ઉપયોગ કરનાર ગ્રાહકોને આ સર્વિસથી વધારે ફાયદો મળશે. એનાથી સમયની બચત થશે, વધારે સુરક્ષિત પણ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કુલ 61,983 પેટ્રોલ પંપ છે. એમાંથી 90 % સરકારીઓ કંપનીઓના છે. નાણાકીય વર્ષ 2016 17માં દેશમાં 19.46 કરોડ ટન ડીઝલનો ઉપયોગ થયો. એમાંથી આશરે 40 % ડીઝલ હતું.

You might also like