હોમ, અોટો, પર્સનલ લોનનાં EMI ઘટશે

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ની આજે જાહેર કરેલી પ્રથમ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે, જેના પગલે હવે હોમ લોન સહિત ઓટો અને પર્સનલ લોનના વ્યાજના દરમાં ઘટાડો થાય તેવી શક્યતા તેજ બની છે, જોકે આરબીઆઇએ ૦.૨૫ ટકા વ્યાજદરમાં ઘટાડો કરતાંની સાથે જ શેરબજારમાં વધુ ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને બેન્કિંગ સ્ટોક્સ પ્રેશરમાં જોવાયા

તા.આરબીઆઈએ જાહેર કરેલી પોલિસી બાદ સેન્સેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ૮૨ પોઇન્ટ ઘટી ૭૬૭૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે જાહેર કરેલી નાણાકીય પોલિસીમાં બેન્કોમાં નાણાકીય પ્રવાહિતા વધે તે માટે વધુ ફોકસ કરાયું હતું. આરબીઆઇએ રિવર્સ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરી છ ટકા કર્યો હતો. આરબીઆઇએ આગામી દિવસોમાં ચોમાસું સારું રહે તો વ્યાજદરમાં વધુ ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

You might also like