હોલિવૂડમાં ચાલશે ગૌહરનો જાદૂ

મુંબઇઃ મોડલમાંથી અભિનેત્રી બનેલી સુંદર ગૌહર ખાન ખૂબ જ જલદી હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે. ત્યાર બાદ હોલિવૂડમાં પોતાની અદાઅોનો જલવો બતાવનાર બોલિવૂડ સુંદરીઅોની યાદીમાં ગૌહર પણ સામેલ થઈ જશે. ગૌહર ‘સોલર એક્લિપ્સ-ડેપ્થ અોફ ડાર્કનેસ’ના એક ગીતમાં મુજરો કરતી જોવા મળશે. અા ફિલ્મમાં ઓમ પુરી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મમાં ગૌહર પર મુજરો ફિલ્માવાશે, જેને બોલિવૂડની મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાન કોરિયોગ્રાફ કરશે. સૂત્રો અનુસાર ફિલ્મની કહાણીમાં
તે મુજરો ખૂબ મહત્ત્વનો છે. ત્યાર બાદ ફિલ્મમાં ટર્નિંગ પોઈન્ટ અાવે છે.

અાજકાલ ગૌહર ખૂબ ફિટ દેખાય છે, તેનું કારણ તેની મહેનત છે. તે કહે છે, મારી ફિટનેસ મને સુપર એક્સાઈટેડ રાખી રહી છે. હું જબરદસ્ત વેઇટ ટ્રેનિંગ કરી રહી છું. હું મારા બોડી શેપથી ખૂબ ખુશ છું, જોકે મુજરામાં મારું શરીર ઢંકાયેલું જોવા મળશે.

તે કહે છે, મેં અત્યાર સુધી મારી પૂરી ક્ષમતાઅોને પારખી નથી. જ્યાં પણ જઉં છું ત્યાં લોકો મને પૂછે છે કે હું સારી અભિનેત્રી છું તો વધુ ફિલ્મો કેમ કરતી નથી? મેં અત્યાર સુધી જે મેળવ્યું તે મારી મહેનત હતી. અાગળ પણ મારી મહેનત ચાલુ રાખીશ અને સારું કામ કરતી જ રહીશ.

You might also like