હોલિવૂડ જઈને વધુ ફિટ બની પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં અભિનેત્રી તરીકે સરેરાશ કહેવાય તેવી શરૂઆત કરી હતી. તેને જોઇને કોઇ પણ કહી શકતું ન હતું કે આ અભિનેત્રી એક દિવસ હોલિવૂડમાં પણ પોતાની સફળતાના પડઘા પાડશે. આ વર્ષે પ્રિયંકાએ અમેરિકી ટીવી શો ‘ક્વા‌િન્ટકો’ માટે બેસ્ટ પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતીને ઇતિહાસ રચી દીધો. તે પહેલી ભારતીય અભિનેત્રી છે, જે આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતી શકી. પ્રિયંકા કહે છે કે હું શરૂઆતથી જ કોઇ એક મર્યાદામાં બંધાવા ઇચ્છતી ન હતી. મારી શરૂઆતની ફિલ્મોની પસંદગીમાં એ વાત સ્પષ્ટ થાય છે, જોકે તે સમયગાળામાં મેં કેટલીક ભૂલો કરી. તેમ છતાં પણ આ ભૂલો મારા માટે એક સબક બની. મને તેનો ફાયદો પણ મળ્યો. સારી ફિલ્મોનો એક ભાગ બનવાના કારણે મારી સફળતાનો ગ્રાફ વધતો ગયો. આજે હું ફિલ્મ હોય, ટીવી શો હોય કે પછી કોઇ પણ એવી વસ્તુ જ્યાં મારી પ્રતિભા બતાવવાનો મોકો મળે તેવું હું જરૂર કરીશ.

હોલિવૂડ જઇને થોડી વધુ ફિટ બનનારી પ્રિયંકા ચોપરા કહે છે કે શરીરને ફિટ રાખવા માટે સખતાઇથી રૂટિન ફોલો કરવું પડે છે. હોલિવૂડમાં ગયા બાદ મારી તે પ્રક્રિયા વધુ સખત બની છે. હું રોજ કસરત કરું છું. યોગાભ્યાસ પણ કરું છું. તેનાથી મને ઊર્જા મળે છે. હું સમજું છું કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહેલું છે. યોગની મદદથી તન-મન બંને ફિટ રહી શકે છે. લકીલી મારી વજન તરત વધી જાય તેવી પ્રકૃતિ નથી. તેથી હું જે ઇચ્છું તે ખાઇ શકું છું. બોલિવૂડથી દૂર રહેવાની વાત અંગે તે કહે છે કે બોલિવૂડથી દૂર થવા વિશે હું વિચારી પણ ન શકું. આજે પણ હું અહીંની ફિલ્મોનો ભાગ છું. મને જ્યારે પણ સારી ઓફર મળશે ત્યારે હું બોલિવૂડની ફિલ્મો કરતી જ રહીશ.

You might also like