હોલિવુડ સ્ટાર જ્હોની ડેપને કોર્ટે પત્નીથી દુર રહેવા માટે આદેશ આપ્યો

લોસ એન્જલસ : પાઇરેટ્સ ઓફ કેરેબિયન ફિલ્મનાં સ્ટાર જ્હોની ડેપની પત્ની અમ્બર હર્ડે ડિવોર્સની અરજી કરી દીધી છે. બંન્નેનાં લગ્ન ગત્ત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયા હતા. 27મેનાં રોજ કોર્ટે પહોચેલી અમ્બરનાં ચહેરા પર મારઝુડનાં નિશાન સ્પષ્ટ જોઇ શકાતા હતા. અમ્બરે નિશાન કોર્ટમાં દેખાડ્યા હતા અને કહ્યું કે 52 વર્ષીય ડેપ તેનેવારંવાર માર મારે છે. આ મુદ્દે કોર્ટે ડેપને આદેશ આપ્યો હતો કે તે પોતાની પત્નીથી 100 પગલાનું અંતર રાખે.

એમ્બરે કોર્ટ સામે અમુક તસ્વીરો રજુ કરી હતી જેમાં તેનાં ચહેરા પર મારઝુડનાં નિશાન કળાતા હતા. હર્ડે દાવો કર્યે કે ડેપે તેની ગત 21મેનાં રોજ તેને ખૂબ માર માર્યો હતો. ત્યાર બાદ તેનાં ચહેરા પર આ માર્યાનાં નિશાન પડ્યા હતા. ચેમ્બરે કહ્યું કે ડેપ તેની હત્યા પણ કરી શકે છે. કોર્ટ સામે સાચુ બોલ્યાનાં શપથ લીધા બાદ તેણે કહ્યું કે અમારા લગ્નજીવન દરમિયાન જ્હોનીએ મને વર્બલી અને ફિઝીકલી ટોર્ચર કરી છે. તે ડ્રગ્સ અને દારૂનો ખુબ જ બંધાણી છે.

સેલિબ્રિટી વેબસાઇટ ટીએમઝેડ મુજબ અમ્બરે આરોપ મુક્યો કે તેનાં પર 21મેનાં રાત્રે તેનાં પર હૂમલો કર્યો હતો. તેનાં પર ફોન છુટ્ટો ફેંક્યો હતો. જેનાં કારણે તેને ઘા વાગ્યો હતો. માર માર્યા બાદ એક્ટરે તેને ચુપ રહેવા માટે પણ મોટા પ્રમાણમાં પૈસાની ઓફર કરી હતી. જો કે તેણે છુટાછેડા માટે અરજી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જ્હોની ડેપ પોતાનાં અવનવા સંબંધોનાં કારણે કર્ચામાં રહે છે. જ્હોની પોતાની ફિલ્મ પાઇરેટ્સ ઓફ ધ કરેબિયન બાદ ખુબ જ ચર્ચામાં આવ્યો હતો.

You might also like