ગણતંત્ર દિવસે ફ્રાંસના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય મહેમાન : પાક.નાં પેટમાં રેડાયું તેલ !

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસનાં પ્રસંગે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રીત કર્યા છે. જો કે મોદીએ સત્તા સંભાળ્યા બાદ બીજો ગણતંત્ર દિવસ હશે જેમાં ચીફ ગેસ્ટ વિદેશી રાષ્ટ્રપતિ હોય. મોદીએ પ્રથમ ગણતંત્ર દિવસે મુખ્યમહેમાન તરીકે વિશ્વનાં સૌથી તાકાતવાન દેશ અમેરિકાનાં રાષ્ટ્રપતિને બોલાવ્યા હતા. તેમની સાથે તેનાં પત્ની મિશેલ પણ આવ્યા હતા. જો કે 2008માં ફ્રાંસનાં રાષ્ટ્રપતિ નિકોલસ સર્કોજી અગાઉ ગણતંત્ર દિવસનાં મહેમાન બની ચુક્યા છે.
ઓલાંદે ભારતીય વડાપ્રધાનનું આમંત્રણ સ્વિકાર્યું છે. જેનાં પગલે હાલ પાકિસ્તાની મીડિયામાં પણ મોદી છવાઇ ગયા છે. પાકિસ્તાની મીડિયા આ ઘટનાને મોદીનાં વધી રહેલા કદ સાથે જોડીને જોઇ રહ્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ આમંત્રણ પેરિસ હૂમલાનાં એક અઠવાડીયા બાદ આમંત્રણનો સ્વિકાર કર્યો. એવામાં આમંત્રણનો સ્વિકાર ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે ISIS મુદ્દે મધ્યપુર્વમાં ભારે તણાવની પરિસ્થિતી છે. આઇએસઆઇએસનું આખુ બેટલગ્રાઉન્ડ ઇસ્લામીક દેશ છે. ફ્રાંસે આ હૂમલાનાં મુદ્દે આઇએસઆઇએસને ઉખેડી ફેંકવાનો સંપર્ક કર્યો છે. આતંકના કારણે સીરિયન નાગરિકો પણ ભાગી રહ્યા છે.

You might also like