આજે જ પતાવી લો બેંકના કામ, કાલથી પાંચ દિવસ બેંકો બંધ

નવી દિલ્હીઃ તહેવારની મોસમ ચાલી રહી છે, ત્યારે બેંકને લગતા મહત્વના કામ આજે જ પતાવી લેજો. કારણકે આવતી કાલ એટલે કે શનિવારથી બેંક સતત પાંચ દિવસ માટે બંધ છે. આવતી કાલે બીજો શનિવાર  હોવાને કારણે બેંકમાં શનિવાર અને  રવિવારની તો રજા હોય જ છે. ત્યારે 10 ઓક્ટોમ્બરે રામનવમીને કારણે બેંકમાં રજા રહેશે. જ્યારે 11 ઓક્ટોબરે દશેરા અને 12 ઓક્ટોબરે મોહરમને કારણે બેંક બંધ રહેશે.

આ કારણે લોકોને ATMમાંથી પણ પૈસા નિકાળવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે ઇન્ટરનેટ બેંકિગની સેવાઓથી ગ્રાહકોને વધારે મુશ્કેલી નહીં પડે. છતાં જો બેંકમાં જઇને જ કરવા પડે તેવા મહત્વના કામ બાકી હોય તો આવતીકાલ પર બિલકુલ ન છોડતા નહીં તો આગામી પાંચ દિવસ સુધી રાહ જોવી પડશે.

You might also like