જ્યારે જ્યારે આવે છે હોળી, યાદ આવે છે આ ગીતો

728_90

મુંબઇઃ હોળી રંગો સાથે મસ્તીનો પણ તહેવાર છે. મસ્તી કરવા માટે હોળીના ગીતોની પણ જરૂર પડે છે. બોલિવુડમાં પણ હોળીને જબરજસ્ત ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હોળીના દિવસે આ ગીતો અચૂકથી હોળીની મસ્તીનો માહોલ વધારે મસ્તી બનાવી દેશે.

રંગ બરસે… આ ગીત હોળીમાં આજે પણ એટલું જ હીટ છે. વર્ષ 1981માં ફિલ્મ સિલસિલામાં અમિતાભ બચ્ચને આ ગીત ગાયું હતું આ ગીતને તેમના પિતા અને જાણિતા સાહિત્યકાર હરિવંશ રાય બચ્ચને લખ્યું હતું.

હોલી કે દિન ખિલ જાતે હૈ.. શેલનું હેમા માલિની અને ધર્મેન્દ્રનુ આ ગીત પણ સૂપર કૂલ છે. કિશોર કુમાર અને લતા મંગેશકરના અવાજ અને આરડી બરમનના સંગીતે આ ગીતને જબરજસ્ત બનાવ્યું હતું. હોળીમાં આજે પણ આ ગીત સુપર હિટ છે.

આજ ન છોડે ગે… કટી પતંગ ફિલ્મનું આ ગીત આનંદ બક્ષીએ સાહેબે લખ્યું હતું. જ્યારે તેને સંગીત આરડી બર્મને આપ્યું હતું. આ ગીતમાં રાજેશ ખન્નાએ રંગીન માહોલમાં ડાન્સના થોડા ઠુમકા પણ લગાવ્યા હતા.

અંગ સે અંગ.. ડર ફિલ્મના આ ગીતને સાંભળીને ખરેખર દરેક અંગે થિરકવા લાગે છે.

હોલી ખેલે રધુવીરા.. ઉદિત નાયારણ અને સુખવિંદ સાથે અલકા યાજ્ઞનિકે ગાયલે બાગબાન ફિલ્મનું આ ગીત જરૂરથી હોળીમાં વાગે છે. હોળીના ડીજેમાં આ ગીત ચોક્કસથી વાગે છે.

 

http://sambhaavnews.com/

You might also like
728_90