હોકી પ્લેયર મીનાક્ષી થઈ મનપ્રીતની

કુરુક્ષેત્રઃ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી અને પટિયાલા યુનિવર્સિટીની હોકી કોચ મીનાક્ષી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેનાં લગ્ન અમૃતસરના મનપ્રીતસિંહ સાથે સંપન્ન થયાં છે. આ લગ્ન સમારંભમાં ઘણા હોકી ખેલાડીઓ હાજર રહ્યા હતા. અર્જુન એવોર્ડ િવજેતા જસજીત કૌર, ડીએસપી સુરેન્દ્ર કૌર, આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી રમણીક કૌર, જવાયદીપ કૌર, સરબજીત કૌર, લખવિન્દર કૌર, રાજવિન્દર કૌર, હરપ્રીત કૌર, કોચ ગુરબાજસિંહ, બુટાસિંહે લગ્ન સમારંભમાં પહોંચીને મીનાક્ષીને શુભેચ્છાઓ પાઠવી હતી.

પીએચડી કરી રહેલા મનપ્રીતસિંહની અર્ધાંગિની બનેલી મીનાક્ષીએ વર્ષ ૨૦૦૭માં ભારતીય ટીમ તરફથી રમતા ઇટાલીમાં ધમાલ મચાવી હતી. તેની ઉપલબ્ધિઓને કારણે ૨૩ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ તેને પટિયાલા યુનિવર્સિટીમાં કોચ તરીકે નિયુક્તિ મળી હતી. મીનાક્ષીના જણાવ્યા અનુસાર કોચ બલદેવસિંહને કારણે જ તે આ મુકામ સુધી પહોંચી શકી છે.

You might also like