તો શું હવે ફેસબુક-વોટ્સએપ માટે પણ ચૂકવવા પડશે પૈસા? શું છે સત્ય જાણો

નવી દિલ્લી: વ્હોટ્સએપ પર જૂઠા અને અફવાભરેલા સંદેશા આવવા કોઈ નવી વાત નથી. હાલમાં જ એક સંદેશ સામે આવ્યો છે જેના પ્રમાણે વ્હોટ્સએપ અને ફેસબુક મેસેન્જર પોતાની સર્વિસ માટે ચાર્જ લેવા શરૂ કરવા જઈ રહ્યા છે. આ ખોટા મેસેજમાં યૂઝર્સને જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ મેસેજને ગ્રૂપમાં ફેલાવે જેથી ફેસબુક-વ્હોટ્સએપમાં લાગનારા ચાર્જથી બચી શકાય. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ખોટા મેસેજ છે. એનાથી હેરાન થવાની જરૂર નથી.

વ્હોટ્સએપે ગયા વર્ષે આ વાતની જાહેરાત કરી હતી, જે પોતાના યુઝર્સ પાસેથી કોઈ ચાર્જ નહિ લે, જ્યારે કે ફેસબુક પહેલેથી જ પોતાના યુઝર્સને પોતાની સુવિધાઓ ફ્રીમાં આપી રહ્યું છે. નિષ્ણાતોએ યુઝર્સને કોઈ પણ મેસેજ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે યુઝર્સ એવા મેસેજને કાં તો ડીલીટ કરી દે અથવા એને આગળ ફોર્વર્ડ ન કરે.

આ માત્ર અફવા જ છે એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહિ થાય. એવામાં કોઈ પણ મેસેજ પર ધ્યાન આપીને પોતાનો સમય ન બગાડો. જણાવી દઈએ કે વ્હોટ્સએપ અને ફેસબુક મેસેન્જર દર મહિને આશરે 1 અબજ યુજર્સને પોતાની સુવિધા આપી રહ્યું છે. મોટા યુઝર્સ બેસ હોવાને કારણે આ પ્લેટફોર્મથી સાઇબર ક્રાઇમનું જોખમ ઊભું કરી શકે છે. સાઇબર ક્રાઈમથી જોડાયેલા લોકો યુઝર્સની અંગત માહિતી હાંસિલ કરી શકે છે.

સોશિયલ મીડિયામાં જો કોઈ નવી અફવા ફેલાવવામાં આવી રહી છે જે ફેસબુક સાથે જોડાયેલી છે. આના હેઢળ શનિવાર સવારથી ફેસબુક પોતાની સુવિધાઓ માટે ચાર્જ લેશે. જો તમે 10 કોન્ટેક્ટ્સમાં આ મેસેજ મોકલો છો તો એના માધ્યમથી તમે અમારા યુઝર્સ બની જશો. તમારો લોગો બ્લૂ કલરનો થઈ જશે અને પછી તમને સુવિધાઓ માટે કોઈ ચાર્જ નહિ લાગે. આવા મેસેજ જે ખોટી અફવાઓ છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે તે ફરતા થયા છે.

You might also like