કાશ્મીરમાં અમારો વિરોધ કરનારનાં માથા વાઢીને લાલચોક પર લટકાવશું : હિજબુલ

શ્રીનગર : આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનાં સભ્ય જાકિર મૂસાએ હુર્રિયત નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે તેમની ઇસ્લામ માટેની જંગમાં હસ્તક્ષેપ ન કરે, નહી તો તેમનું માથુ વાઢીને લાલ ચોક પર લટકાવી દેશે. જાકીરે એક ઓડિયો બહાર પાડીને ચેતવણી આપી છે કે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.

આ ઓડિયોમાં તે કહી રહ્યું છે કે, હું હુર્રિયતનાં પાખંડી નેતાઓને ચેતવણી આપુ છું. તે ઇસ્લામ માટે અમારી લડાઇમાં દખલ ન આપે. જો તે એવું કરે છે તો અમે તેનું માથુ વાઢીને કાપીને લાલચોક પર લટકાવી દઇશું. અમારા સંગઠનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. તેઓ કાશ્મીરમાં શરિયાનો કાયદો લાવવા માટે લડાઇ લડી રહ્યા છે, ન કે કાશ્મીર મુદ્દે સમાધાન માટે.

પાંચ મીનીટનાં વીડિયો ક્લિપમાં તેણે કહ્યું કે તે નેતાઓએ સમજી લેવું જોઇએ કે તે ઇસ્લામ માટે યુદ્ધ છે. શર્રિયતના માટેની જંગ છે. જો કે આ ઓડિયો ક્લિપની વિશ્વસનીયતાની પૃષ્ટી નથી કરવામાં આવી. કાશ્મીરનાં લોકોને હુર્રિયતનાં પાખંડની વિરુદ્ધ ઉબા રહેવાની અપીલ કરતા જાકીર કહે છે કે અમે તમામને પોતાનાં ધર્મ સાથે પ્રેમ કરવો જોઇએ. સમજવું જોઇએ કે આપણે ઇસ્લામ માટે લડીએ છીએ.

You might also like