હિઝબુલ મુઝાહિદીનનું ટ્વિટર અકાઉન્ટ હેક, થયા શાંતિ ફેલાવનારા ટ્વિટ

ખતરનાક આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઇ ગયું છે. શુક્રવારે હિઝબરવા ટ્વિટર અકાઉન્ટ પર શાંતિ પેદા કરનારા મેસેજ પોસ્ટ થવા લાગ્યા. હાલમાં હેક કરનાક વ્યક્તિની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. હિઝબુલ ટ્વિટર અકાઉન્ટ પર કાશ્મીર અલગવાદી નેતા યાસીન મલિક અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફર્ટના નેતા સયૈદ શાહ ગિલાનીની ટીકા પણ કરી હતી.

આ સાથે સાથે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે એના સમર્થનમાં પણ પોસ્ટ કર્યા. હુરિયત નેતા સયૈદ ગિલાની ને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના હાથને કથપૂતળી છે. તો બીજી બાજુ ટ્વિટરમાં લખવામાં આવ્યું હતું કે કાશ્મીરના લોકોને સયૈદ શાહ ગિલાની અને યાસીન મલિક જેવા લોકોની નિંદા કરવી જોઇએ.


હેકરે ટ્વિટરના સહારે એવું પણ લખ્યું કે ગિલાનીની બાળકોનો ખૂબ મોટો વેપાર છે અને એ લોકો ખૂબ જ અમીર છે. સાથે સાથે કાશ્મીરના વિનાશ પાછળ ગિલાની જેવા લોકો છે. આ ઉપરાંત એવું પણ ટ્વિટ હતું કે કાશ્મીરમાં શાંતિ ફરીથી પાછી આવશે.


હેકરે કાશ્મીરના સમર્થનમાં આગળ ટ્વિટ કરતાં લખ્યું કે કાશ્મીર ભાકતનું અભિન્ન અંગ છે. અમને ઇસ્લામાબાદમાં સક્રિય આઇએસઆઇએસ દ્વારા ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. એના ટ્વિટર પર એવું પણ લખ્યું છે કે અલ્લાહની ઇચ્છા હશે તો અમે ભારત પાછા જરૂરથી આવશું.

http://sambhaavnews.com/

You might also like