જાકિર મુસાનાં ઓડિયો સાથે હિજબુલે છેડો ફાડ્યો

શ્રીનગર : આતંકવાદી સંગઠન હિજ્બુલ મુજાહિદ્દીને પોતાનાં કમાન્ડર જાકીર મૂસાનાં હુર્રિયત નેતૃત્વની વિરુદ્ધ નિવેદનથી છેડો ફાડ્યો હતો. જેનાં કારણે આતંકવાદી સંગઠનમાં મતભેદ હોવાનું સામે આવ્યું છે. હિજબુલ મુજાહિદ્દીનનાં પ્રવક્તા સલીમ હાશમીએ શનિવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં મુજફ્ફરાબાદથી એક નિવેદનમાં કહ્યું કે, મૂસાના નિવેદન સાથે સંગઠનને કોઇ લેવા દેવા નથી. ન તો તે સ્વિકાર્ય છે. મુસાનું નિવેદન તેનું અંગત હોઇ શકે છે. સાથે તેણે પણ આવા ભ્રમ પેદા કરનારા નિવેદનોથી બચવું જોઇએ. આ પ્રકારનું કોઇ પણ નિવેદન સંધર્ષનાં તંબુમાં છેલ્લી ખીલી સાબિત થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે મુસાનાં નિવેદનનો ઓડિયા સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં મુસા કહી રહ્યો છે કે હું તમામ ઢોંગી હુર્રિયત નેતાઓને ચેતવણી આપુ છું કે તે અમારા ઇસ્લામનાં સંધર્ષમાં બિલ્કુલ હસ્તક્ષેપ ન કરે. જો તેઓ તેવું કરશે તે અમે તેનું માથુ વાઢીને લાલચોક પર લટકાવી દઇશું.

કોણ છે જાકીર મુસા ?
હિજબુલ આતંકવાદી બુરહાન વાનીનાં સુરક્ષા દળોનાં હાથે ઠાર મરાયા બાદ જાકિર મૂસા ખીણમાં હિજબુલમાં જોડાયો હતો. વાનીની જેમ મુસા પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરે છે. હાલનાં દિવસોમાં તેણે ઘણા ઓડિયા અને વીડિયો સોશિયલ મીડિયા પર નાખ્યા છે. કાશ્મીરમાં થોડા દિવસો પહેલા એક સાથે 30 આતંકવાદીઓનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.

You might also like