શ્રીનગરમાં CRPF પર હિઝબુલ આતંકીઓનો હુમલો, એક જવાન શહીદ

જમ્મુ-કશ્મીરઃ સચિવાલયથી 300 મીટર દૂર બટમાલુ વિસ્તારમાં મંગળવારનાં રોજ સીઆરપીએફ પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો છે. આમાં એક જવાન શહીદ થઇ ગયેલ છે. જ્યારે બે અન્ય લોકો ઘાયલ થઇ ગયાં છે. આ હુમલા બાદ તુરંત જ આ વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીને લીધી છે.

બટમાલૂ વિસ્તારમાં આતંકીઓએ મંગળવારનાં રોજ સાંજે અંદાજે 4 કલાકે તૈનાત CRPF પાર્ટીને નિશાન બનાવતા તાબડતોડ ફાયરિંગ શરૂ કરી છે. આમાં ત્રણ જવાનો ઘાયલ થયાં છે કે જેઓને તુરંત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. સારવાર દરમ્યાન એક જવાને તો ત્યાં જ પોતાનો જીવ ગુમાવી દીધો.

CRPFનાં પ્રવક્તા સંજય શર્માએ જણાવ્યું કે આ હુમલામાં CRPFની 23 બટાલિયનનો કોન્સ્ટેબલ શંકર લાલ બરાલા (રાજસ્થાન નિવાસી) શહીદ થઇ ગયાં. બે અન્ય ઘાયલ જવાનોની હાલત ખતરાથી હાલ બહાર છે. હુમલા બાદ તુરંત CRPF અને પોલીસનાં કેટલાંક અધિકારીઓએ ત્યાં પહોંચીને ઘટનાની જાણકારી લીધી છે.

પૂરા વિસ્તારને ઘેરીને એક કલાક સુધી તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું કેમ કે તેઓને શંકા હતી કે આતંકી આસપાસમાં જ ક્યાંક છુપાયેલા છે. શહેરનાં લગભગ દરેક એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સને પણ સીલ કરીને તપાસ કરવામાં આવી. જો કે આતંકીઓને લઇને હજી સુધી કોઇ જ પુરાવા હાથ નથી લાગ્યાં.

You might also like