અેચઅાઈવીની ઘાતકતા અને ચેપ ફેલાવવાની તીવ્રતા ઘટી ગઈ છે

અમદાવાદ: અાજે વિશ્વ અેઇડ્સ દિવસ છે. અેઇડ્સની બીમારી માટે કારણભૂત એચઅાઈવી વાઇરસ અાજે પણ સૌથી ઘાતક વાઇરસ પૈકીનો એક છે, જોકે વિજ્ઞાનીઅો કહે છે કે માનવીની છેલ્લા ત્રણ દાયકાની લડાઈઅે અા વાઇરસને થોડો હંફાવ્યો છે. અેચઅાઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ નબળો પડ્યો છે. વિશ્વમાં અત્યારે એક અંદાજ મુજબ સાડા ત્રણ કરોડ લોકો અેચઅાઈવીગ્રસ્ત છે. મનુષ્યમાં તેનો ચેપ ૩૦ વર્ષ પહેલાં લાગ્યો હતો અને અત્યાર સુધીમાં ચાર કરોડ લોકોનાં અેઇડ્સથી મોત નીપજ્યાં છે.

અેચઅાઈવી વાઇરસ જોકે નબળો પડતાં તેની ઘાતકતા ઓછી થઇ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી અેઇડ્સ અંગે અાવેલી જાગૃતિ તથા એન્ટિવાઇરસ દવાઅોના કારણે અાજે અેઇડ્સગ્રસ્ત દર્દી પણ વર્ષો સુધી જીવી શકે છે. ગુજરાતમાં ૨૦૧૩-૧૪ના અાંકડા મુજબ વર્ષે ૧૧ હજાર જેટલા એચઅાઈવી પો‌ઝ‌િટિવ દર્દીઅોનો ઉમેરો થાય છે. જોકે નવાઈની વાત અે છે કે પુરુષ કરતાં મહિલાઅોમાં એચઅાઈવી પોઝિટિવ દર્દીઅોનું પ્રમાણ થોડું વધારે છે.

અેચઅાઈવી દર્દીની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારશક્તિ પર હુમલો કરી તેના ધાર બુઠ્ઠી કરી નાખે છે. અેઇડ્સના દર્દી ટીબી સહિતના ચેપી રોગનો ભોગ બને તેવો ખતરો હંમેશાં રહે છે. વિજ્ઞાનીઅો કહે છે કે એઇડ્સથી થતાં મોતની સંખ્યા ઘટી છે. વાઇરસ કે બેકટેરિયાના સ્વરૂપમાં કાળક્રમે ફેરફાર થતો રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એચઅાઈવીની ઘાતકતા અોછી થવા ઉપરાંત તેની ચેપ લાગવાની તીવ્રતા પણ ઠીકઠીક ઘટી ગઈ છે.

અોક્સફર્ડ યુનિવ‌િર્સટીના સંશોધન મુજબ અાપણી રોગપ્રતિકારશક્તિઅે પણ એચઅાઈવીનો સામનો કરવાની ક્ષમતા પણ વધી છે. કેટલાક વાયરોલોજીના નિષ્ણાતોના જણાવ્યા મુજબ એચઅાઈવી અા રીતે જ નબળો પડતો ગયો તો અાગળનાં કેટલાંક વર્ષમાં બની શકે છે કે તે લગભગ નિરુપદ્રવી બની જશે.

નિષ્ણાતોના મતે એચઅાઈવી માટે બનાવાયેલી પાવરફુલ એ‌િન્ટવાઇરલ દવાના કારણે અા ઘાતક વાઇરસને તેનું સ્વરૂપ બદલીને ધીમે ધીમે સૌમ્ય બનવાની ફરજ પડે છે. થોડાં વર્ષ પછી એચઆઇવીનો ચેપ કદાચ શરદીના વાઇરસ કરતાં પણ સાવ મામૂલી બની જશે.

અા મુદ્દે નાકોના કોઅોર્ડિનેટર ડો. મનોજ સેવકાનીઅે જણાવ્યું હતું કે એઇડ્સ અંગે લોકોમાં સતર્કતા અાવી રહી છે. સરકારી હોસ્પિટલમાં એચઅાઈવીની દવાઅો
મફત મળી રહી છે. મેડીકલ સ્ટોર્સમાં પણ દવા સસ્તાભાવે મળી રહી છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં એચઅાઈવી કંટ્રોલમાં અાવી જાય તેવી શક્યતાઅો છે.

You might also like