જામનગરમાં હાઇટેક છેતરપિંડી, 18 લોકો પાસેથી ખંખેર્યા 3.95 લાખ

જામનગર: આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીનો જેટલો ફાયદો ઉઠાવનાર લોકો છે તેનાથી વધુ ગેરફાયદો ઉઠાવનારા લોકોની સંખ્યામાં પણ જાણે દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો તેમ લાગી રહ્યું છે.નીત નવી તરકીબો શોધીને લોકો પાસેથી નાણા ખંખેરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. એવામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં જામનગર ના ૧૮ જેટલા લોકોને મોબાઈલ પર ફોન કરી અને જુદી જુદી બેન્કોના અધિકારી તરીકેની ઓળખ આપી અને માત્ર એટીએમ કાર્ડના નંબરો મેળવી તેના પર આધુનિક ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવી લેભાગૂ તત્વોએ ૧૮ લોકોના ખાતામાંથી ૩.૯૫ લાખની માતબર રકમના ટ્રાન્જેક્શન કર્યાનું સામે આવ્યું છે.

વિજયભાઈ એક જ ફરિયાદી નથી પણ શહેરમાં આવા કુલ ૧૮ લોકો સાથે બેંકના અધિકારીની ખોટી ઓળખ આપીને આ પ્રકારની છેતરપીંડી ને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. લગભગ તમામ લોકોને એકસરખી મોડસઓપરેન્ડી વાપરીને ચાલક આરોપીઓ દ્વારા મોબાઈલ ફોન પર ફોન કરીને જુદી જુદી બેન્કોના એટીએમ નંબર અને કોડ મેળવી અને નાણાનું ટ્રાંજેક્શન કરવામાં આવ્યાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા પણ લોકોને આ બાબતે જાગૃત રહીને ફોન પર આ પ્રકારની ખાનગી માહિતી ન આપવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.

જામનગરના ૧૮ લોકો સાથે બનેલી આ એટીએમ કાર્ડ નંબરના માધ્યમથી પૈસા ના ટ્રાન્જેક્શનનો મામલો એટીએમ કાર્ડ વાપરનાર અને ઓનલાઈન ટ્રાન્જેક્શન કરનાર લોકો માટે લાલબતી સમાન છે.

કારણ કે આ પ્રકારે રાજ્યબહારથી છેતરપીંડી કરનાર લોકો સુધી પહોચવામાં ઘણી વખત પોલીસ પણ સફળ થતી નથી અને લોકોએ પોતાના મહામુલી રકમ ગુમાવવાનો વારો આવે છે.

You might also like