ગુજરાતમાં ગરમીનો પ્રક્રોપ, રાજ્યના અનેક શહેરોમાં હિટવેવ

અમદાવાદઃ ઉનાળાવી શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂ થઇ ગઇ છે. રાજ્યના અનેક શહેરોમાં હિટવેવ જોવા મળી રહી છે. ત્યારે આ ગરમીમાં અનેક લોકો બિમાર પડ્યા છે.  અમદાવાદમાં મેક્સિમમ ટેમ્પરેચર સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધારે જોવા મળી રહ્યું છે. જ્યારે મિનિમમ ટેમ્પરેચર સામાન્ય કરતાં 1 ડિગ્રી વધારે હતું.

રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરમીની આ જ સ્થિતિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં પણ હીટ વેવનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યાં તાપમાન 40 ડિગ્રીથી પણ ઉપર નોંધાયુ હતુ.  રાજકોટમાં પારો 44ને પાર કરી ગયો છે. જ્યારે ભુજમાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયુ છે. ગરમી વધવાને કારણે ઇલેક્ટ્રિક સિટીનો વપરાસ પણ વધી ગયો છે. જોકે વઘતી ગરમીને કારણે બાળકો અને વૃદ્ધોને સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી બહાર ન જવા અંગે તાકિદ કરવામાં આવી છે.

સાથે જ ગરમીમાં વધારે પ્રમાણમાં લિકવીડ લેવા અંગે જણાવવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતી જોતા આગામી દિવસોમાં પણ ગરીમનો પ્રકોપ આ રીતનો યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે. ત્યારે જરૂરિયાત સિવાય બહાર ન નિકળવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like