રામોલમાં હિટ એન્ડ રનઃ યુવાનનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ: રામોલમાં બનેલી હિટ એન્ડ રનની એક ઘટનામાં યુવાનનું મોત થતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરી નાસી છૂટેલ વાહનચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં રામરાજ્યનગર નજીક આવેલ શિવપાર્ક ખાતે રહેતા રાજુભાઇ કાનાજી સાંકલાનો ભાઇ રમેશ કાનાજી સાંકલા (ઉં.વ.ર૮) રાતના ૧-૦૦ વાગ્યાના સુમારે રામોલ રબારી કોલોની ચાર રસ્તા પાસે ઋષિ ઓટોપાર્ટ્સ નામની દુકાન પાસેથી ચાલતો પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી પૂરઝડપે આવેલી કોઇ અજાણી કારે આ યુવાનને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતાં તેનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

You might also like