બહેરામપુુરા અને‌ ચિલોડા રોડ પર હીટ એન્ડ રનઃ બેનાં મોત

અમદાવાદ: બહેરામપુરા અને ચિલોડા રોડ પર બનેલા હીટ એન્ડ રનના બનાવોમાં બે વ્યક્તિનાં મોત થતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, બહેરામપુરામાં પરિક્ષિતલાલ નગર રોડ પર ફૂટપાથ પર ઊભેલા કાંતિભાઇ સોમાભાઇ સોલંકીને કોઇ કારચાલકે અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા કાંતિભાઇનું વી.એસ. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે સરદારનગર વિસ્તારમાં આવેલા દ્વારકાનગરમાં રહેતા રમેશભાઇ ધનવાણી નામના આધેડ નાના ચિલોડા રોડ પર આવેલ પોતાના ઘર નજીકથી એક્ટિવા પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી આવેલા કોઇ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થવાના કારણે રમેશભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઉપરોક્ત બંને બનાવમાં અકસ્માત સર્જી વાહનચાલક નાસી છૂટતા પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like