રોડ ક્રોસ કરતા યુવાનને કચડી અજાણ્યો વાહનચાલક ફરાર

અમદાવાદ: શહેરમાં વહેલી સવારે પુરપાટ ઝડપે અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. નવા વાડજમાં ભાવસાર હોસ્ટેલ નજીક આજે વહેલી સવારે દૂધ લેવા જતા એક મજૂરને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.  વાડજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આરોપી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા વાડજમાં ભાવસાર હોસ્ટેલ નજીક જસુધારા નામનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે. આ સ્કીમમાં રમેશભાઇ સુરતાનભાઇ ડાંગી (ઉં.વ.૩પ) ત્યાં રહી કડિયાકામ અને મજૂરીકામ કરતા હતા. આજે વહેલી સવારે પ-૩૦ વાગ્યાની આસપાસ રમેશભાઇ દૂધ લેવા જઇ રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસસ્ટેન્ડ નજીક તેઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે નીકળેલા વાહને રમેશભાઇને ટક્કર મારતાં તેઓને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓનુું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટના બનતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ૧૦૮ને જાણ કરાતાં ૧૦૮ આવી ગઇ હતી. વાડજ પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like