સનાથલ પાસે હિટ એન્ડ રનમાં યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં અાવેલા સનાથલ પાસે હિટ એન્ડ રનના બનાવમાં એક યુવકનું મોત નિપજ્યું છે. સરખેજ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  અા અંગેની વિગત એવી છે કે સરખેજ શાંતિપુરા સર્કલ પાસે અાવેલી નોબલ હોટલના સ્ટાફરૂમમાં રહેતો દયાલસિંહ સોહનસિંહ રાવત (ઉં.વ.૨૨) સનાથલ રોડ પર રોયલ હોટલ પેલેસ સામેથી ચાલતો પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે દયાલસિંહને ટક્કર મારતાં તેના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.

અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને અા અંગે પોલીસને જાણ કરતાં સરખેજ પોલીસ ઘટનાસ્થળે દોડી અાવી હતી અને લાશને પીએમ માટે મોકલી અાપી હતી. દયાલસિંહના પિતા સોહનસિંહ રાવતે અા અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે. મૃતક હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

http://sambhaavnews.com/

You might also like