તળાજા રોડ પર હિટ એન્ડ રનઃ બે કિશોરનાં મોત, એક ગંભીર

અમદાવાદ: તળાજા રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીરપણે ઘવાયેલા ત્રણ કિશોરો પૈકી બેનાં મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઇજા થઇ હતી.  મળતી માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે તળાજા ટાઉનનાં દિનદયાળ વિસ્તારમાં રહેતો પવન મુુકેશભાઇ શિયાળ (ઉ.વ.૧પ) તથા બાજુમાં આવેલ ડોકટર ચૌહાણની વાડીમાં રહેતો નીતિન નરસિંહભાઇ ભાલિયા (ઉ.વ.૧પ) તેમજ અન્ય એક કિશોર આ ત્રણેય રાત્રીના ૮ વાગ્યાના સુમારે બાઇક પર દૂધ લઇને આવતા હતા ત્યારે તળાજા રોડ પર પાછળથી પુરઝડપે આવી રહેલા કારચાલકે બાળકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા આ ત્રણેય કિશોરો જમીન પર પટકાયા હતા.

જેમાં ગંભીર ઇજા થવાના કારણે પવન સહિત બે કિશોરોનાં તળાજાની રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયા હતા. જ્યારે એક કિશોરની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે ગુનો દાખલ કરી નાસી છૂટેલા કારચાલકની સઘન શોધખોળ શરૂ કરીછે.

You might also like