હિટ એન્ડ રન કેસઃ સલમાન બોલ્યો મને ખોટી રીતે ફસાવી રહી છે પોલીસ

નવી દિલ્હીઃ સલમાન ખાને 2002માં હિટ એન્ડ રન કેસ મામલે પોલીસ પર તેને ખોટી રીતે ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે સલમાન ખાનને આ કેસમાં મળેલી રાહત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ત્યારે સલમાને તેના જવાબમાં આ નિવેદન આપ્યું છે.

ડ્રાઇવર ચલાવી રહ્યો હતો ગાડીઃ સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબમાં સલમાને જણાવ્યું હતું કે ઘટના બની તે વખતે ન તો તે ગાડી ચલાવી રહ્યો હતો, ન તો તે નશામાં હતો. સલમાને કહ્યું હતું કે ગાડી તેમનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો.

પોલીસે કર્યો ફસાવવાનો પ્રયાસઃ સલમાને જણાવ્યું કે આ ઘટના પછી ડ્રાઇવર અશોક સિંહે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને પોતાનું નિવેદન આપવા પોલીસ સ્ટેશન પણ ગયો હતો. સલમાને પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમ કહીને અશોકનું નિવેદન ન લીધું કે તેમની પર સલમાનની ઘરપકડનું પ્રેશર છે.

કમાલ ખાનને ખોટા સરનામે મોકલ્યા સમન્સઃ સલમાને કહ્યું કે તે વખતે તેની સાથે તેનો બોડીગાર્ડ રવિન્દ્ર પાટિલ અને ડ્રાઇવર અશોક સિંહ સિવાય ગાયક કમાલ ખાન પણ હતો. જેમનું નિવેદન ક્યારે પણ લેવામાં આવ્યું ન હતું. સલમાને વધુમાં જણાવ્યું હતું કે મામલો જ્યારે મુંબઇ હાઇ કોર્ટમાં આવ્યો ત્યારે સામેના પક્ષ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો કે કમાલ ખાને સમન્સનો કોઇ જ જવાબ આપ્યો નથી. પરંતુ બધા જ સમન્સ ખોટા એડ્રેસ પર મોકલવામાં આવ્યા હતા.

You might also like