ગાંધીનગર-દહેગામ રોડ પર હિટ એન્ડ રનઃ વૃદ્ધનું મોત

અમદાવાદ: દહેગામ-અમદાવાદ રોડ પર મગોડી ફાટક પાસે બનેલા હિટ એન્ડ રનમાં એક વૃદ્ધનું મોત થયું હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી નાસી છૂટેલ વાહનચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.

અા અંગેની વિગત એવી છે કે દહેગામના મગોડી ફાટક પાસે અાવેલ ડોલર તલાવડી નજીક રહેતા ઈશ્વરભાઈ તખાભાઈ નામના વૃદ્ધ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી પુરઝડપે અાવેલ કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં ગંભીર ઈજા થવાના કારણે અા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અા ઘટનાને પગલે મગોડી ફાટક પાસે લોકોનાં ટોળેટોળાં ભેગાં થયાં હતાં જોકે અકસ્માત સર્જી વાહનચાલક ગાંધીનગર તરફ નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ દહેગામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ ટોળાને વિખેરી દઈ વૃદ્ધની લાશને દહેગામની હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી અાપી હતી.

You might also like