નરોડા રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત, વાહનચાલક ફરાર

અમદાવાદ: નરોડા રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત થયું હોવાનું જાણવા મળે છે. શહેર કોટડા પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટનાની વિગત એવી છે કે નરોડા રોડ પર શાયોના એસ્ટેટ સામે આવેલ ધોબીની ચાલી ખાતે રહેતા ભરતસિંહ ઠાકોરના પિતા કાલાજી ઠાકોર રાત્રીના નવ વાગ્યાના સુમારે તેમના ઘર નજીક જ રોડ ઓળંગી રહ્યા હતા ત્યારે પાછળના ઝડપે આવેલા કોઇ અજાણ્યા વાહનચાલકે કાળાજીને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા કાળાજી રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

You might also like