નહેરુનગર પાસે હિટ એન્ડ રન : રિક્ષાચાલક માથાના ભાગે ગંભીર ઈજા

નહેરુનગર ચાર રસ્તા પાસે આજે વહેલી પરોઢિયે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યો કારચાલક રિક્ષાને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે આ અંગે અજાણ્યા કારચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

નહેરુનગર ચાર રસ્તા પાસેથી આજે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ અંબાલાલ કલાલ નામની વ્યક્તિ પોતાની રિક્ષા લઇ અને પસાર થઇ રહ્યા હતા. દરમ્યાનમાં પુરપાટ ઝડપે એક કાળા કલરની કાર આવી હતી અને અંબાલાલની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં રિક્ષા પલટી ગઈ હતી. અંબાલાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.

અકસ્માત થતાં લોકોનાં ટોળાં ઘટનાસ્થળે ભેગાં થઇ ગયાં હતાં. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંબાલાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે હાલ અજાણ્યા કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like