હિટ એન્ડ રનઃ મહિલાનું મોતઃ આઇશરની અડફેટે યુવાનનું મોત

અમદાવાદ: ગાંધીનગર ચિલોડા હાઈવે પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક અજાણી મહિલાનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અા જ સ્થળે અાઇશરની અડફેટે અાવી જતાં એક યુવાનનું મોત થયું હતું.

અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગર ચિલોડા રોડ પર લીંબડિયા બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કોઈ વાહનચાલકે ૪૨ વર્ષની એક અજાણી મહિલાને અડફેટે લેતાં તેનું મોત થયું હતું. મૃતકની હજુ સુધી ઓળખ થઈ નથી. અકસ્માત સર્જી વાહનચાલક નાસી છૂટ્યો હોય પોલીસે તેની સઘન શોધખોળ શરૂ કરી છે.

જ્યારે અા જ રોડ પરથી વલાદ ગામના રહીશ દિનેશસિંહ ઉદેસિંહ ગરાસિયા નોકરી પરથી સાઈકલ પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ચિલોડા તરફથી પૂરઝડપે અાવી રહેલી અાઇશર ગાડીએ તેને અડફેટે લેતાં ગંભીર ઈજા થવાના કારણે દિનેશસિંહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અા ઉપરાંત અાણંદ અાંકલાવ રોડ પર હરિપુર ગામના પાટિયા પાસે પૂરઝડપે પસાર થઈ રહેલ એક ટ્રકે બાઈક પર જઈ રહેલા બે યુવાનને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અાંકલાવ ખાતે રહેતા વિપુલ કાંતિભાઈ પઢિયાર અને તેના મિત્ર લાલજી નટુભાઈ પઢિયાર અા બંનેના ંઘટનાસ્થળે જ મોત થયાં હતા. પોલીસે અા અંગે અકસ્માતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like