1 એપ્રિલ: જાણો… મૂર્ખ દિવસનો ઇતિહાસ, લોકો કેવી રીતે ઉજવતા હતા AprilFool Day

નવી દિલ્હી: એપ્રિલ મહિનાના પહેલા દિવસે સામાન્ય રીતે આખી દુનિયામાં મૂર્ખ દિવસ એટલે કે એપ્રિલ ફૂલ ડે મનાવવામાં આવે છે. આ દિવસે સારાં એવા સમજદાર અને પ્રતિભાશાળી વ્યક્તિ પણ મૂર્ખ બનવા, બનાવવા ક્યાતો કહેવામાં ખુશી મહેસૂસ કરે છે. જો કે અન્ય બીજા દિવસોમાં કોઇકને બેવકૂફ બનાવાથી બેવકૂફ બનનારો વ્યક્તિ નારાજ થઇ જાય છે. પરંતુ આ દિવસે તેઓ ખોટું માનતા નથી. ચલો તો જાણીએ આ દિવસનો ઇતિહાસ અને આ દિવસથી જોડાયેલા અમુક સત્યો.

ભારતમાં પ્રાચીન કાળમાં ‘સુરાન ભવન’ નામનો મુર્ખોત્સવ પ્રતિવર્ષ કાશી, રાજગીર અને શ્રાવસ્તીમાં ધૂમધામથી ઉજવવામાં આવતો હતો. આ તહેવાર એક અઠવાડિયા સુધી ચાલતો હતો. આ તહેવારની વિગતો જાતક ગ્રંથોમાંથી મળે છે. બનારસમાં આજે પણ વરનાપ્યાલા નામનો તહેવાર દરેક વર્ષ ઉજવવામાં આવે છે, જેમાં સ્ત્રી પુરુષ એક્ઠા થઇને સુરાપાન કરીને ખુશી મનાવે છે

ઇતિહાસમાં 1860ની 1 એપ્રિલ ઘણી જોરદાર રહી છે. લંડનમાં હજારો લોકો પાસે ડાક કાર્ડ દ્વારા એક સૂચના પહોંચી હતી કે આજે સાંજે ટાવર ઓફ ધ લંડનમાં સફેદ ગધેડાના સ્નાનનો કાર્યક્રમ છે. તે જોવા માટે બધા લોકો આમંત્રિત છો. મહેરબાની કરીને કાર્ડ સાથે લાવજો. અત્રે નોંધનીય છે કે તે સમયે ટાવર ઓફ લંડનમાં સામાન્ય જનતા માટે પ્રવેશ નિષિદ્ધ હતો. સાંજ થવાની સાથે જ હજારો લોકોની ભીડ ટાવરની આસપાસ એકત્ર થવા લાગી અને અંદર પ્રવેશ માટે ધક્કા મુક્કી થવા લાગી. લોકોને જ્યારે ખબર પડી કે તેમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે તો તેઓ તેમના ઘરે પાછા જતાં રહ્યા.

પ્રાચીન કાળમાં ચીનમાં ડીંગ દિવસ ઉજવવામાં આવતો હતો. આ દિવસને ચીનના લોકો લાંબી લાંબી ડીંગે મારતા હતા. ચીનના યાંગસી પ્રાંતમાં પ્રતિવર્ષ નદી દેવતાના લગ્ન એક કુંવારી કન્યા સાથે થતાં હતાં. કન્યાને પકવાન ખવડાવીને તેને સાજ શ્રૃંગાર કરીને સુહાગ બેડ બનાવીને છોકરીને તેની પર આડી પાડવામાં આવતી હતી અને તેને નદીમાં પ્રવાહીત કરવામાં આવતી હતી. જે કન્યા સાથે નદીમાં ડૂબી જતો હતા. આને ક્રૂરતાનો સંકેત આપ્યો હતો.

અમેરિકાની કૌતુક સમિતિ નામની સંસ્થાએ 1945માં એપ્રિલના પહેલા અઠવાડિયાને રાષ્ટ્રીય હાસ્ય સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જ પ્રકારે 1960માં એપ્રિલના પહેલા અઠવાડિયામાં અમેરિકાના પબ્લિસિટી સ્ટંટના રૂપમાં જોરદાર રીતે મનાવવામાં આવ્યો હતો.

યુરોપ દેશોમાં જૂના જમાનામાં 1 એપ્રિલના દિવસે માલિક નોકરની ભૂમિકા નિભાવતો હતો અને નોકર માલિક બનીને હુકમ ચલાવતો હતો. નોકર બનેલા માલિકને તેના બધા આદેશનું પાલન કરવું પડતું હતું. માલિક બનેલા નોકર માટે ખાવાનું બનાવવું, કપડાં ધોવાના અને તેના જણાવેલા બધા કામો વિનમ્રતા પૂર્વક કરતો હતો.

ફ્રાન્સમાં નારમેડીમાં 1 એપ્રિલના રોજ એક અનોખું જુલુસ નિકળતું હતું, જેમાં એક ઘોડા ગાડીમાં સૌથી જાડા માણસને બેસાડીને આખા શહેરમાં ફેરવવામાં આવતો હતો જેથી તેને જોઇને લોકો ખિલખિલાટ હસે અને પછી નાચવા ગાવા લાગે.

થાઇલેન્ડ જેને પ્રાચીનકાળમાં સ્યામ કહેવામાં આવતો હતો. મેં કુલસિકા નામનો મૂર્ખોનો મેળો હર્ષ વર્ષ આયોજિત થતો હતો. જેમાં ફિનીશિયા, પાર્થિયા. ઇસ્ત્રાઇલ, લીબિયા જેવા દેશોના લોકો ભાગ લોતા હતા. આમાં ઇન્ડોન્શિયા દેવતાની મૃત્યુ તેમજ તેમના પુન:જન્મની યાદમાં એક તહેવાર હતો, તહેવારનો પ્રથમ રાઉન્ડ દેવતાના મૃત્યુના રૂપમાં થતો હતો તે સમયે ઘમી સ્ત્રીઓ વિલાપ કરતાં મુંડન કરાવી દેતી હતી. પુરુષ લોકો રડતા ગાતા એકબીજા પર ચંરલ મારતા હતા. પછી ફરી દેવતાનો પુન:જન્મ થતો હતો. દેવતાની નગ્ન મૂર્તિનો જુલૂસ લઇને હલ્લો કરીને બધા ફરતાં હતાં.

 

You might also like