વિશ્વનો સૌથી મોટો ડોન અેસ્કોબાર અઠવાડિયે ર૮૦ કરોડ કમાતો હતો

નવી દિલ્હી: ઈતિહાસમાં સૌથી મોટા ગણાતા ડ્રગ્સ માફિયા પાબ્લો એસ્કોબાર વિષે સાંભળશો તો તમે પણ અચરજમાં મુકાઈ જશો. કોલંબિયામાં ૧-૧ર-૧૯૪૯માં જન્મેલા આ ડ્રગ્સ માફિયાની એક અઠવાડિયાની કમાણી ર૮૦ કરોડ હોવાનું જાણવા મળે છે.

એક જમાનામાં આ ડ્રગ્સ માફિયાના કારોબારમાં ૮૦ ટકાથી વધુ ડ્રગ્સ કારોબાર પર તેનો કબજો હતો. તે માત્ર ડ્રગ્સ માફિયા તરીકે જ નહિ પણ તેની ચે‌િરટી સંસ્થાઓના કામકાજથી કોલંબિયામાં રોબિન હુડના નામથી ઓળખાતો હતો. પાબ્લો એસ્કોબારને એક જમાનામાં વિશ્વનો સૌથી અમીર આદમી માનવામાં આવતો હતો. એસ્કોબારને તેની આવી કાળી કમાણીના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં અનેક પ્રકારની મુસીબત અનુભવવી પડતી હતી.

તેથી તેણે લેસર જેટ ખરીદી લીધું હતું. તેણે તેની પુત્રીને ઠંડીથી બચાવવા કરોડો રૂપિયા સળગાવી દીધા હતા, કારણ તે જે જગ્યાએ રહેતો હતો ત્યાં ખૂબ જ કાતિલ ઠંડી પડતી હતી. તેથી તેના ઉપાય તરીકે ૧૩ કરોડની નોટો સળગાવી દીધી હતી. તેના પર ૪,૦૦૦ લોકોની હત્યા કરવાનો આક્ષેપ પણ થયો હતો. તેણે જે હત્યા કરી હોવાનું કહેવાય છે તેમાં ૪૦૦ જજ અને ૧,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે, તેમાં કેટલાક પત્રકાર પણ સામેલ હતા.

આ ઉપરાંત તે પૈસા બાંધીને રાખવા પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કરતો હોવાનું તેમજ તેના દેશની સરકારને પણ તેણે કેટલાક ખાસ કિસ્સામાં લોન આપી હોવાનું પણ જાણવા મળે છે. પાબ્લો એસ્કોબારને તેના આત્મસમર્પણથી ખૂબ જ ડર લાગતો હતો.

You might also like