ઐતિહાસિક માણેક બુરજનું રૂ.23 લાખના ખર્ચે રિસ્ટોરેશન કરાશે

અમદાવાદ: ગત જુલાઇ-ર૦૧૭માં યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનો દરજ્જો અપાયો હતો. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરના ભવ્ય વારસાના જતન અને જાળવણી માટે વિવિધ યોજનાઓનું આયોજન અને હે‌રિટેજ વોક, વર્લ્ડ હે‌રિટેજ વીક તેમજ વર્લ્ડ હે‌રિટેજ ડેની ઉજવણી, હે‌રિટેજ આધારિત સાંસ્કૃતિ કાર્યક્રમો, શેરી નાટકો વગેરેનું અમલીકરણ કરાઇ રહ્યું છે.

કાંકરિયા તળાવ ફરતે આવેલાં પગથિયાં, હવેલીઓ, કિલ્લાની દીવાલ, દરવાજાઓ વગેરે સ્થાપત્યના રિસ્ટોરેશનની કામગીરી પણ કરવામાં આવે છે. હવે તંત્ર દ્વારા ઐતિહાસિક માણેક બુરજના રૂ.ર૩ લાખના ખર્ચ રિસ્ટોરેશનનું કામ હાથ ધરાયું છે.

યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટી જાહેર કરાયા બાદથી મ્યુનિસિપલ સત્તાધીશો દ્વારા દેશ-વિદેશના લોકોમાં અમદાવાદ વિશે જિજ્ઞાસા ઊભી થાય તે દિશામાં વિશેષ પગલાં લેવાઇ રહ્યાં છે. અમદાવાદને સેપ્ટ દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયરના આધારે વર્ષ ર૦૧૧માં ટેન્ટે‌ટિવ લિસ્ટ ઓફ વર્લ્ડ હે‌રિટેજ સિટીઝમાં સ્થાન અપાયું હતું.

ત્યારબાદ લગભગ છ વર્ષની જહેમત બાદ શહેરને દેશનાં અન્ય મુંબઇ, દિલ્હી જેવાં ઐતિહાસિક શહેરોની સ્પર્ધામાં સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટી બનવાનું ગૌરવ પ્રાપ્ત થવાથી સત્તાવાળાઓ અમદાવાદ વર્લ્ડ હે‌રિટેજ સિટી ટ્રસ્ટનું ગઠન કરાયું છે. આગામી દિવસોમાં હે‌રિટેજ સિટી સેક્રેટ‌િરયેટ્સ ઊભું કરાશે.

દરમ્યાન અમદાવાદ વર્લ્ડ હે‌રિટેજ સિટી ટ્રસ્ટના ડાયરેક્ટર આશિષ ત્રામ્બડિયા ઐતિહાસિક માણેક બુરજના રિસ્ટોરેશન અંગે વધુ માહિતી આપતાં કહે છે, તંત્ર દ્વારા તાજેતરમાં જ શહેરની સ્થાપનાકાળના ઇતિહાસ સાથે જોડાયેલા સંત માણેકનાથ બાવાના બુરજના રિસ્ટોરેશનની કામગીરીને મંજૂરી અપાઇ છે.

આ માટે રૂ.ર૩ લાખ ખર્ચાશે તેમજ બાર મહિનામાં માણેક બુરજના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરાશે. એલિસબ્રિજના તિલકબાગના છેડે આવેલા માણેક બુરજના રિસ્ટોશનથી શહેરનો હે‌રિટેજ વારસો વધુ દીપી ઊઠશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ભદ્રના કિલ્લાની દીવાલના રિસ્ટોરેશનની કામગીરી હેઠળ અંદાજે રૂ.ચાર કરોડ ખર્ચાયા છે. આ કામગીરી તબક્કાવાર હાથ ધરાઇ છે.

ગુજરીબજારને લગતી કિલ્લાની દીવાલના રિસ્ટોરેશનની કામગીરી આટોપાઇ ગઇ છે જ્યારે હવે શાહપુરમાં શંકર ભુવન સામેની કિલ્લાની દીવાલના રૂ.૩૦ લાખના ખર્ચે રિસ્ટોરેશનના વર્કઓર્ડરને તંત્ર દ્વારા મંજૂરી અપાઇ છે. કિલ્લાની આ દીવાલના રિસ્ટોરેશનનો પ્રોજેક્ટ પણ બાર મહિનામાં પૂર્ણ કરી દેવાશે.

divyesh

Recent Posts

Hyundaiની નવી કોમ્પેક્ટ SUV મે મહિનામાં થઇ શકે છે લોન્ચ

હુંડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કોમ્પેક્ટ SUV Styxનો નવું ટીઝર રજૂ કર્યું હતું. હુંડાઇ સ્ટાઇક્સ ગત વર્ષે શોકેસ કરેલ કારલિનો…

15 hours ago

ડાયા‌િબટિક રેટિનોપથીની તપાસમાં પણ હવે ‘એઆઈ’નો ઉપયોગ

વોશિંગ્ટન: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવી નવી ટેકનિક આવવાથી ઘણી ગંભીર બીમારીઓની ઓળખ કરવાનું અને તેનો ઉપચાર સરળ બની ગયો છે. કેન્સર…

15 hours ago

100 પશુઓ માટે ફોટોગ્રાફરે આરામદાયક જિંદગી અને સફળ કારકિર્દીને છોડી દીધી

(એજન્સી)મોસ્કોઃ દરિયા પુસ્કરેવા રશિયાની રાજધાની મોસ્કોની એક સફળ ફોટોગ્રાફર હતી, પરંતુ એક દિવસ તેણે આરામદાયક જિંદગીને છોડીને જંગલમાં રહેવાનું નક્કી…

15 hours ago

ઈલેક્ટ્રિક કારથી ત્રણ વર્ષમાં 90,000 કિ.મી.ની કરી યાત્રા

(એજન્સી)હોલેન્ડ: એક ઈલેક્ટ્રિક કાર ડ્રાઈવરે લોકોના સહયોગથી ત્રણ વર્ષમાં ૯૦,૦૦૦ કિ.મી.ની યાત્રા કરી. ઝીરો કાર્બન ઉત્સર્જનનો સંદેશ લઈને વિબ વેકર…

16 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ અઠવાડિયે આપને પુષ્કળ પ્રમાણમાં મહત્‍વના લાભો મળવાના છે એમ ગણેશજીનું માનવું છે. આપનો કરિશ્‍મા, આત્મવિશ્વાસ અને અંત:સ્‍ફુરણા એટલા સક્રિય…

16 hours ago

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

17 hours ago